દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની મુશ્કેલીમાં વધારો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે મનીષ સિસોદીયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. સીબીઆઈને ગૃહમંત્રાલયે ડે. સીએમ પર કેસ ચલાવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફીડબેક યુનિટ દ્વારા કથિત જાસૂસી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ મનીષ સિસોદીયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. જેને કારણે ડે. સીએમની મુશ્કેલીમાં વધારો થયો છે. તપાસ દરમિયાન સીબીઆઈને લાગેલા આરોપો સાચા જણાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલયની પરવાનગી મળતા મનીષ સિસોદીયા વિરુદ્ધ કેસ દાખલ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજૂરી
મનીષ સિસોદીયા તેમજ અનેક લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા સીબીઆઈએ લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી પરમિશન માગી હતી. કથિત જાસૂસી કેસમાં વધુ તપાસ કરવા માટે આ મંજૂરી માગવામાં આવી હતી. જે બાદ એલજીએ ફાઈલને કેન્દ્રીય ગૃહમંત્રી અને રાષ્ટ્રપતિને મોકવામાં આવી હતી. જેને લઈ કેન્દ્રીય ગૃહમંત્રાલયે મંજૂરી આપી છે.
ફીડબેક યુનિટની કરાઈ હતી રચના
સમગ્ર મામલાની વાત કરીએ તો સત્તામાં આવ્યા બાદ 2015માં આમ આદમી પાર્ટીએ એટલે કે દિલ્હી સરકારે ફીડબેક યુનિટની રચના કરી. જેનું કામ ભ્રષ્ટાચાર તેમજ દરેક વિભાગની કામગીરી પર નજર રાખવાની હતી. પરંતુ સરકાર પર આરોપ લગાવામાં આવ્યો હતો કે આ યુનિટ દ્વારા દિલ્હી સરકાર વિપક્ષી નેતાઓ પર નજર રાખી રહી છે.
યુનિટે કરી નેતાઓની જાસૂસી!!
દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગના એક અધિકારીની ફરિયાદ બાદ આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. 2016માં એજન્સી તરફથી કહેવામાં આવ્યું કે યુનિટને સોંપવામાં આવેલા કાર્ય સિવાય તે રાજનેતાઓની જાસૂસી પણ કરી હતી. આઠ મહિના દરમિયાન એટલે કે ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 દરમિયાન એફબીયૂએ 700થી વધારે મામલામાં કાર્યવાહી કરી છે. જેમાંથી 60 ટકા કેસોમાંથી રાજકીય ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી છે. આરોપ છે કે આ યુનિટે ન માત્ર ભાજપના નેતાઓની ગુપ્ત માહિતી ભેગી કરી પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓની પણ માહિતી એકત્ર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે એફબીયુ દ્વારા કથિત જાસૂસી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ મનીષ સિસોદીયા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પરમિશન આપી દીધી છે.






.jpg)








