હનુમાન જયંતી પૂર્વે ગૃહ મંત્રાલયની રાજ્યોને ગાઈડલાઈન, શાંતિ અને સૌહાર્દ જળવાય તે માટે આપી આ સૂચના


  • Published By :
  • Published Date : 2023-04-05 20:22:57

રામનવમીના પ્રસંગે ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન ગુજરાત સહિત દેશના વિવિધ 6 રાજ્યોમાં થયેલા કોમી રમખાણોને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હનુમાન જ્યંતિની ઉજવણીને લઈને સતર્ક બન્યું છે. ગૃહ મંત્રાલયે અગમચેતીના પગલા ભરતા અને હનુમાન જયંતિની તૈયારીઓને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી દીધી છે. જેને અંતર્ગત રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, તહેવારનું શાંતિપૂર્ણ પાલન અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા તત્વો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આવતી કાલે 6 એપ્રિલે હનુમાન જયંતિ ઉજવાશે.


ગૃહમંત્રાલયે કર્યું ટ્વીટ


ગૃહમંત્રીના કાર્યાલયે ટ્વીટ કર્યું કે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ કાયદો અને વ્યવસ્થા જાળવવા, તહેવાર દરમિયાન શાંતિ જાળવવા અને સમાજમાં સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડી શકે તેવા તમામ પ્રકારના કારણો અથવા લોકો પર નજર રાખવાની જરૂર છે.


સરકાર એલર્ટ મોડ પર 


રામનવમી પર બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં હિંસા થઈ હોવાથી કેન્દ્ર સરકાર પહેલેથી જ એલર્ટ મોડ પર છે. તેથી જ તમામ રાજ્યોને તહેવાર દરમિયાન કડક તકેદારી રાખવા માટે પહેલાથી જ સૂચના આપવામાં આવી છે. આ વખતે કેન્દ્ર સરકારે તોફાની તત્વોને ઝેર કરવા આકરૂ વલણ દાખવ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે