થોડા દિવસો બાદ ન્યુયર આવી રહ્યું છે. ન્યુયરને ધ્યાનમાં રાખી અનેક જગ્યાઓ પર પાર્ટી તેમજ કોન્સર્ટ રાખવામાં આવે છે. ત્યારે કોલકાતા ખાતે બોલિવુડના ફેમસ સિંગર અરિજીત સિંહનો શો રાખવામાં આવ્યો હતો પરંતુ શોને પરમિશન ન મળતા શોને કેન્સલ કરવામાં આવ્યો છે. શો કેન્સલ થવાને કારણે ભાજપ અને રાજ્યના મંત્રીઓ વચ્ચે તૂંતૂં-મેંમેં શરૂ થઈ ગઈ છે.

'રંગ દે તૂ મોહે' ગીત ગાતા મમતા સરકારે ન આપી પરવાનગી - ભાજપનો દાવો
કોલકાત્તાના ઈકો પાર્કમાં ન્યુયર પાર્ટી રાખવામાં આવવાની હતી. આ પાર્ટીમાં બોલિવુડના મશહુર સિંગર અરિજીત સિંહ પરફોમ કરવાના હતા. પરંતુ અરિજીત સિંહના શોને પરવાનગી આપવામાં ન આવી. જેને કારણે ભાજપે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા અમિત માલવીયાએ આરોપ લગાવતા ટ્વિટ કર્યું કે કોલકત્તા ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન મમતા બેનર્જીએ અરિજીત સિંહને પોતાનું મનપસંદ ગીત ગાવવાની ફરમાઈશ કરી હતી. અરિજીતે રંગ દે તૂ મોહે ગીત ગાયુ હતું. ભાજપના નેતાના અનુમાન પ્રમાણે આ કારણથી અરિજીત સિંહનો શો કેન્સલ કરવામાં આવ્યો છે.
કોલકત્તા મેયરે બતાવ્યું કારણ
આ શો કેન્સલ શા માટે કરવામાં આવ્યો તેની જાણકારી આપતા મેયરે કહ્યું કે જી-20ના નિર્ધારીત કાર્યક્રમ સાથે આ કાર્યક્રમ ક્લેશ થતો હતો. જેને કારણે આ કાર્યક્રમને પરમિશાન આપવામાં નથી આવી. વધુમાં મેયરે એવું પણ જણાવ્યું કે સલમાન ખાનનો કાર્યક્રમ પણ કેન્સલ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ જ્યાં અરિજીત સિંહનો શો થવાનો હતો તે પાર્ક ક્નવેક્શન હોલની સામે છે. જી-20માં વિદેશથી પણ મહેમાન સામેલ થવાના છે જેને ધ્યાનમાં રાખી પરવાનગી આપવામાં નથી આવી.






.jpg)








