ભૂલ ભુલૈયા 2' બાદ 'હેરાફેરી 3' પણ કાર્તિકનાં હાથમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-13 19:10:13


હિન્દી ફિલ્મજગતની આયકોનિક ફિલ્મ 'હેરાફેરી 3'  આવી રહી છે. ફેન્સ આ ખબર બાદ ઘણાં જ ઉત્સુક છે. વર્ષ 2023માં આ ફિલ્મની શૂટિંગ શરૂ થશે. હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટિંગ ચાલી રહી છે. પરેશ રાવલે એક ફેન દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું તે કાર્તિક આર્યન પણ આ ફિલ્મમાં ભાગ ભજવવાનાં છે. એટલે કે કાર્તિક આર્યને ફરી એકવાર અક્ષય કુમારને રિપ્લેસ કરી દીધેલ છે. આ પહેલા એક્ટરે ' ભૂલ ભુલૈયા 2' ની ફ્રેન્ચાઇઝીમાંથી પણ અક્ષય કુમારને રિપ્લેસ કર્યું હતું. ફિરોજ નડિયાદવાલાએ 'રાજૂ'નાં કેરેક્ટર માટે કાર્તિક આર્યનને લોક કરી દીધેલ છે.


કાર્તિક આર્યનએ ફરી અક્ષય કુમારને રિપ્લેસ કર્યા !!


સૂત્રો અનુસાર ફિલ્મનું નામ 'હેરાફેરી 3' અથવા 'હેરાફેરી રિબૂટ' હશે. જો કે આ બાબત પર અત્યાર સુધી કોઇ કન્ફોર્મેશન આવ્યું નથી. સૂત્રો અનુસાર પેપરવર્ક અને હેન્ડશેક થઇ ચૂક્યાં છે. ફિરોજ નડિયાદવાલાની ઓફિસમાં કાર્તિક આર્યને આયકોનિક રોલ 'રાજૂ'નાં કેરેક્ટર માટે સહી કરી છે. 'હેરાફેરી' અને 'ફિર હેરાફેરી'માં આ કિરદાર અક્ષય કુમારે ભજવ્યો હતો. કાર્તિક આર્યન અને ફિરોજ નડિયાદવાલા બંને ડાયરેક્ટર અનીસ બઝ્મીને સાઇન કરવા તૈયાર છે. ફિલ્મમેકર તરફથી હા આવવાનું બાકી છે.


ફેન્સ નારાજ !

સોશિયલ મીડિયા પર આ ન્યૂઝને લઇને ચર્ચા ચાલી રહી છે. જેમાં ફેન્સનું કહેવું છે કે જો આ ફિલ્મમાં અક્ષય કુમાર નહીં દેખાય તો અમે ફિલ્મ જોશું નહીં. ટ્વિટર પર 'નો અક્ષય, નો હેરાફેરી'નો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે, જેના પર memes પણ બની રહ્યાં છે. અક્ષય કુમારને બીજી વાર રિપ્લેસ કરતાં ફેન્સ નારાજ થયાં છે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .