ડોનાલ્ડ ટ્રમ્પની છે આ "U - Turn" સરકાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-30 13:59:07

ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બન્યાને માત્ર ૧૩૦ દિવસ થયા છે પરંતુ તેમના પોતાના જ દેશ અમેરિકામાં તેમની નીતિઓ ખુબ જ આકરા પડકારોમાંથી પસાર થઈ રહી છે . અત્યારસુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પએ જ્યારથી ૨૦મી જાન્યુઆરીથી ઓવલ ઓફિસમાં કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી તેમણે પોતાના ૧૧ મોટા નિર્ણયો પર યુ-ટર્ન લીધો છે . માટે ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ઉક્તિ જોરદાર ફિટ બેસે છે તે છે : "યુ ટર્ન હે  , સબ યુ ટર્ન હે ." 

Donald Trump: Presidency, Political Rise, Life, Career, Businesses -  Business Insider

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જ્યારથી પોતાનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી ઓછામાં ઓછા ૧૮૦ એક્ઝિક્યુટિવ ઓર્ડર અને નીતિઓ પર અસ્થાયી / કાયમી સ્ટે મુક્યો છે. એટલુંજ નહિ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના ૧૧ મોટા નિર્ણયો પર તો યુ-ટર્ન લીધો છે. ટ્રમ્પએ જે નીતિઓ વારંવાર પલ્ટી છે તેમાં સૌથી મોટો મુદ્દો ટેરિફ સબંધિત છે સાથે પ્રવાસી બાળકોના જન્મસિદ્ધ અધિકારને રોકવાનો નિર્ણય પણ થોડા દિવસોમાં રદ કરાયો હતો. સરકારી કાર્યક્ષમતા વિભાગ હેઠળ ઇબોલા નિવારણ ભંડોળ રદ કરાયું હતું પરંતુ પછીથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું . મેક્સિકો - કેનેડા સાથેના વેપાર કરાર રદ કરવાની જાહેરાત કરી પરંતુ દબાણ બાદ આ નિર્ણય પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો . ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમણે આ ટેરિફ રદ કર્યા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, ચીન પર ટેરિફ મામલે પણ તેમણે  યુ ટર્ન લીધા છે. દુનિયાના વિવિધ દેશો પર એપ્રિલના પેહલા અઠવાડિયામાં ટ્રમ્પએ ટેરિફ વિસ્ફોટ કર્યા પછી તેમણે ૯૦ દિવસ માટે તેના અમલીકરણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો . 

Donald Trump orders US chip software suppliers to stop selling to China

આટલુંજ નહિ ટ્રમ્પના વિવિધ આદેશોની વિરુદ્ધમાં અત્યારસુધીમાં ૨૫૦થી વધુ કેસ અમેરિકાની વિવિધ કોર્ટોમાં કેસ દાખલ કરાયા છે. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પની નીતિઓના ઉતાવળિયા અને વિચારહીન અમલીકરણને કારણે કોર્ટમાં પડકારો ઉભા થઈ રહ્યા છે. દાખલા તરીકે ટ્રમ્પએ વોઇસ ઓફ અમેરિકાને બંધ કરવાનો નિર્ણય લીધો હતો જેને કોલોરાડો કોર્ટે ગેરકાયદેસર જાહેર કર્યો હતો . કેલિફોર્નિયાની એક અદાલતે પર્યાવણીય નિયમોને નબળા પાડતા આદેશોને પણ રોક્યા હતા . વોશિંગ્ટન કોર્ટે બિન - અમેરિકનો માટે મતદાન પ્રતિબંધને ગેરબંધારણીય ઠેરવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રાન્સજેન્ડર સમાજના સ્વાસ્થ્ય અધિકારોને મર્યાદિત કરવાના આદેશને ન્યુયોર્કની એક અદાલતે ભેદભાવપૂર્ણ અને ગેરકાયદેસર ગણાવ્યા હતા . વાત કરીએ આંતરરાષ્ટ્રીય સ્તરની , રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને પણ ડોનાલ્ડ ટ્રમ્પ અટકાવી નથી શક્યા . બેઉ દેશો વચ્ચે જોરદાર એસ્કેલેશન જોવા મળી રહ્યું છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે