ભારત બાદ આ દેશમાં શરૂ થયો આદિપુરૂષને લઈ વિવાદ! ફિલ્મના ડાયલોગને લઈ ફિલ્મ પર મૂકાયો પ્રતિબંધ! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-19 20:00:48

આદિપુરૂષ ફિલ્મને લઈ વિવાદ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર આવ્યું હતું ત્યારથી વિવાદો શરૂ થઈ ગયા હતા. વીએફએક્સને લઈ તેમજ ભગવાન રામના સીનને લઈ અનેક વિવાદો છેડાયા હતા. વધતા વિવાદને લઈ ફિલ્મમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. ત્યારે ફિલ્મ રિલીઝ થયા બાદ પણ વિવાદો શાંત થવાનું નામ નથી લઈ રહી. ડાયલોગને લઈ નવો વિવાદ છેડાયો છે ત્યારે ફિલ્મ પર બેન કરવામાં આવે તેવી માગ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે થિયેટરોમાં શો અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુંબઈના નાલાસોપારામાં એક હિંદુ સંગઠનના સભ્યો થિયેટરમાં પહોંચી ગયા હતા અને દર્શકોને બહાર જવા માટે કહ્યું હતું. જ્યારે દર્શકોને બહાર જવા માટે કહ્યું ત્યારે બોલાચાલી પણ થઈ હતી. બોલાચાલી વધારે થતાં શોને કેન્સલ કરવો પડ્યો હતો.

 

હિંદુ સંગઠને નોંધાવ્યો વિરોધ!

પ્રભાસ અને ક્રિતી સેનનની  ફિલ્મ આદિપુરૂષને લઈ વિરોધ શરૂ થઈ ગયો છે. અનેક એવા વિવાદો છે જેમાં ફિલ્મ સપડાઈ છે ત્યારે હવે ડાયલોગ તેમજ અનેક સીનને લઈ લોકો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. હનુમાનજીના ડાયલોગથી લોકોની લાગણી દુભાઈ છે તેવું તેમનું કહેવું છે જ્યારે રાવણનું પાત્ર સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહ્યું છે. ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરે કહ્યું કે તેમણે જાણી જોઈને આવા ડાયલોગ લખ્યાં છે. વધતા વિવાદને લઈ ડાયલોગને બદલવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. અનેક હિંદુ સંગઠન દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુંબઈથી સમાચાર સામે આવ્યા કે સિનેમાઘરોમાં જઈ હિંદુ સંગઠનનોએ દર્શકોને બહાર કાઢ્યા હતા. જેને લઈ દર્શકો તેમજ સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. વધતા વિવાદને લઈ શોને કેન્સલ કરવામાં આવ્યો હતો. તે સિવાય છત્તીસગઢમાં પણ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધમાં રેલી નીકાળવામાં આવી હતી. 



કાઠમાંડુમાં નહીં બતાવાય આદિપુરૂષ ફિલ્મ!

આદિપૂરુષ ફિલ્મનો વિરોધ ન માત્ર ભારતમાં થઈ રહ્યો છે પરંતુ નેપાળમાં પણ આ ફિલ્મનો વિરોધ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર નેપાળમાં કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આદિપૂરૂષ ન બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નેપાળ સેન્સર બોર્ડે કારણ દર્શાવતા કહ્યું કે ફિલ્મમાં સીતાજીને ભારતના પુત્રી દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેમનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો. આ વાતને ધ્યાનમાં રાખી કાઠમંડુના મેયરે રવિવારથી જ શહેરમાં હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મહત્વનું છે કે આટલા વિવાદો વચ્ચે પણ વર્લ્ડ વાઈડ ફિલ્મે 300 કરોડથી પણ વધારે કમાણી કરી છે.                        

   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .