આખરે ૧૨ વર્ષ પછી પીએમ મોદી RSSના દ્વારે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-30 10:45:13

દુનિયાનો કોઈ પણ રાજકીય પક્ષ હોય તેને સંગઠન વગર ના ચાલે . સંગઠનએ કોઈ પણ રાજકીય પક્ષનું હૃદય છે . વાત કરીએ વર્તમાનમાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની તો તેનું હૃદય છે RSS એટલેકે , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ . આજે ખુબ લાંબા સમય બાદ પીએમ મોદી નાગપુર પહોંચ્યા છે . તો આવો જાણીએ નાગપુરમાં શું છે પીએમ મોદીનો કાર્યક્રમ સાથે જ  પીએમ મોદી ક્યા ક્યા મહત્વના પ્રોજેક્ટની આધારશિલા રાખવાના છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાગપુર પહોંચી ચુક્યા છે. નાગપુરમાં પીએમ મોદી આરએસએસના મુખ્યાલય કેશવ કુંજની મુલાકાત લેવાના છે. આ મુલાકાત મહત્વની મનાય છે કેમ કે , આજે મરાઠા નવ વર્ષ ગૂડી પડવો છે સાથે જ હિન્દૂ નવ વર્ષને લઇને સંઘના પ્રતિપદાના કાર્યક્રમનું આયોજન કરેલું છે .  વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ ૧૨ પછી આરએસએસના નાગપુર સ્થિત કાર્યાલયમાં જઈ રહ્યા છે. અહીં પીએમ મોદી સંઘના સ્થાપક કેશવ હેડગેવારને અને બીજા સરસંઘચાલક ગોલવરકરને   શ્રદ્ધાંજલિ આપશે. આ પછી પીએમ મોદી દીક્ષા ભૂમિની મુલાકાતે જશે જ્યાં ડો બાબાસાહેબ આંબેડકરે વર્ષ ૧૯૫૬માં બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.  

Narendra Modi | The Caravan

આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુરમાં કેટલાક મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે . આ કાર્યક્રમ અંતર્ગત સોલાર ડિફેન્સ અને એરોસ્પેસ લિમિટેડની મુલાકાત લેશે . અહીં તેઓ અનમેન્ડ  એરિયલ વેહિકલ એટલેકે , ડ્રોન માટે જે ૧૨૫૦ મીટર લાંબો અને ૨૫ મીટર પહોળો જે રનવે બનાવવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન કરશે . આ પછી પીએમ મોદી માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરની આધારશિલા રાખશે . તે પછી પીએમ મોદી છત્તીસગઢના બિલાસપુર જવા રવાના થઈ જશે. વાત કરીએ નાગપુરની તો ત્યાં થોડા દિવસ પેહલા ધાર્મિક તણાવ વધી ગયો હતો . તેના કારણે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ કસર ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વાત કરીએ બીજેપી અને આરએસએસની , ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષની નિમણુંક લાંબા સમયથી બાકી છે. સાથે જ બીજા મહત્વપૂર્ણ રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણૂકને લઇને આ પીએમ મોદીની આ નાગપુર મુલાકાત મહત્વની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અગાઉ , ૨૦૧૨માં પૂર્વ સંઘચાલક કે એસ સુદર્શનના નિધન પર નાગપુર ગયા હતા આ પછી જુલાઈ , ૨૦૧૩માં ૨૦૧૪ લોકસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે નાગપુર આવ્યા હતા . આ પછી હવે ખુબ લાંબા સમયબાદ પીએમ મોદી નાગપુર આવ્યા છે . આ વિષય પર જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે