ઓપ.સિંદૂર પછી પીએમ મોદી કાશ્મીરમાં , રાહુલ ગાંધી બિહારમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-06 13:51:17

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે જયારે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બિહારની મુલાકાતે છે . આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ છે .  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં મહત્વના ઇન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું અનાવરણ કરવાના છે . તો આવો જાણીએ બેઉ નેતાઓની મુલાકાત વિશે. 

Narendra Modi in Srinagar today: PM to address J&K assembly election rally,  30,000 expected to gather | Latest News India - Hindustan Times

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી પેહલીવાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે . જ્યાં તેમણે ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યો છે. જે અંતર્ગત પીએમ મોદીએ બે બ્રિજનું લોકાર્પણ કર્યું છે એક છે ચિનાબ રેલવે બ્રિજ અને બીજો છે કેબલ સ્ટેડ રેલ બ્રિજ જે ચિનાબની શાખા નદી આંજી નદી પર બનાવવામાં આવ્યો છે. વાત કરીએ ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક પ્રોજેક્ટની તો , જેની લંબાઈ ૨૭૨ કિલોમીટર છે , સંપૂર્ણ ઇલેક્ટ્રિફાઇડ પ્રોજેક્ટ છે જે અંતર્ગત ૩૬ ટનલ અને ૯૪૩ બ્રિજ બનાવવામાં આવ્યા છે . આ ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક  પ્રોજેક્ટ  ૪૩,૭૮૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.  હવે વાત વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ બ્રિજની તો , તેની ઊંચાઈ એફિલ ટાવર કરતા પણ ખુબ વધારે છે. જે ૩૫૯ મીટરની ઊંચાઈ પર આવેલો છે . આ ઓલ વેધર બ્રિજ છે , જે બ્લાસ્ટ રેસીટેનન્ટ સ્ટીલ અને કોન્ક્રીટથી બનાવવામાં આવ્યો છે . આ રેલ બ્રિજ એક ભૂકંપ ગ્રસ્ત વિસ્તારમાં છે જે ભૂકંપના ઝટકા પણ સહન કરી શકે છે. કાશ્મીર ઘાટીને ભારતના બીજા હિસ્સા સાથે રેલથી જોડાવાની પ્રપોઝલ ૧૯૭૦ના દાયકામાં તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધી વખતે આવી હતી , તે પછી ૧૯૯૪માં તત્કાલીન પીએમ PV નરસિમ્હા રાઓના કાર્યકાળમાં તેને મંજૂરી આપવામાં આવી , ૨૦૦૨માં અટલ બિહારી વાજપેયી વખતે તેનું કંશક્ટ્રક્શન કામ શરુ થયું , જેમાં જમીન સંપાદન માટે મંજૂરી આપવામાં આવી . પીએમ મોદીએ આજે માતા વૈષ્ણવ દેવી મંદિરથી શ્રીનગરને જોડતી વંદે ભારત ટ્રેનોને પણ મંજૂરી આપશે .

Rahul Gandhi Bihar Visit define role of congress party in patna Rahul  Gandhi Bihar Visit: बिहार में कांग्रेस पार्टी का क्या है रोल, राहुल गांधी  ने पटना में समझाया, Bihar Hindi News -

 વાત કરીએ લોકસભાની બેઠકોની દ્રષ્ટિએ દેશના ત્રીજા નંબરના સૌથી મોટા રાજ્ય બિહારની , લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બિહારની મુલાકાતે છે . બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીઓ છે . જ્યાં તેમણે દશરથ માંઝી મેમોરીયલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીને , દશરથ માંઝીના પરિવાર સાથે મુલાકાત કરી છે. આ પછી બિહારના રાજગીર ઇન્ટરનેશનલ કન્વેનશન સેન્ટર ખાતે સંવિધાન સંમેલનને સંબોધિત કર્યું છે. તે પછી બિહારના ગયા ખાતે રાહુલ ગાંધી મહિલા સંવાદ કરશે અને આ પછી બોધ ગયા ખાતે મહાબોધી વિહારમાં દર્શન કરશે. બિહારમાં કોંગ્રેસની નજર JDU ના EBC વોટ્સ અને કુલ વસ્તીના ૨૦ ટકા એવા દલિત વોટ પર છે .  



દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે. ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.