Pathan અને Jawan ફિલ્મ હિટ ગયા થયા બાદ Shahrukh Khanને મળી જાનથી મારવાની ધમકી! Maharashtra સરકારે વધારી સુરક્ષા


  • Published By :
  • Published Date : 2023-10-09 10:31:08

બોલિવુડના કિંગ ખાન મનાતા એવા શાહરૂખ ખાનને મહારાષ્ટ્ર સરકારે Y+ Security આપી છે. બોલિવુડમાં તેમની ફિલ્મને સારી સફળતા મળી છે. જવાન તેમજ પઠાણ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. શાહરૂખ ખાનના ફિલ્મની સફળતા બાદ કિંગ ખાનને ધમકીઓ મળી રહી હતી. મારી નાખવાની ધમકી શાહરૂખ ખાનને મળી હતી જે બાદ મહારાષ્ટ્ર સરકારે તેમને Y+ Security આપી છે. શાહરૂખ ખાને રાજ્ય સરકારે લેખિતમાં ફરિયાદ કરી હતી કે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. આ બાદ શાહરૂખ ખાનની સુરક્ષાને વધારી દેવામાં આવી છે. Y+ Security શાહરૂખ ખાનને આપવામાં આવશે.  

શાહરૂખ ખાનને અપાશે Y+ Security

બોલિવુડ હસ્તીઓ, નેતાઓ તેમજ બિઝનેસમેનને સુરક્ષા આપવામાં આવે છે. અલગ અલગ ક્ષેણી પ્રમાણે સુરક્ષાના ઘેરામાં આ લોકો રહેતા હોય છે. જ્યારે કોઈને જાનથી મારી નાખવાની ધમકી મળે ત્યારે સુરક્ષા વધારી દેવામાં આવે છે. અનેક બોલિવુડના કલાકારોને સુરક્ષા પ્રધાન કરવામાં આવી છે. Y+, Z+ જેવી સિક્યુરીટિ તેમને આપવામાં આવે છે. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે બોલિવુડના મશહુર એક્ટર શાહરૂખ ખાનને Y+ Security આપવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ તેમજ જવાન બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. આ ફિલ્મોએ સારી કમાણી કરી હતી. ફિલ્મની સફળતા બાદ શાહરૂખ ખાનને મારવાની ધમકી મળી રહી હતી.

Why 2023 is going to be Shah Rukh Khan's year - India Today

શાહરૂખ ખાનની 'પઠાણ' સાથે જોડાયેલા છે આ 7 ફેક્ટ, જે ફિલ્મને બનાવી શકે છે  સુપરહિટ - Gujarati News | 7 facts are related to Shahrukh Khan movie Pathan  - 7 facts are

મહારાષ્ટ્ર સરકારે વધારી શાહરૂખ ખાનની સુરક્ષા  

જાનથી મારી નાખવાની ધમકી મળતા શાહરૂખ ખાને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી.  જે બાદ મહારાષ્ટ્ર સરકારે તેમની સુરક્ષામાં વધારો કર્યો છે. હવેથી Y+ Security શાહરૂખ ખાનને આપવામાં આવશે. એવી માહિતી સામે આવી  છે કે આ સુરક્ષાનો ખર્ચ શાહરૂખ ખાન પોતે ઉઠાવવાના છે. રાજ્ય સરકારને આ અંગે તે પૈસા ચૂકવશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .