Vadodaraમાં ભયાનક પરિસ્થિતિ પછી શહેરને પૂર્વવત કરવા હર્ષ સંઘવી આખી રાત જાગ્યા, લોકોને મળ્યા, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-08-31 15:50:59

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો જેના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ વડોદરામાં થઈ છે... શહેરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થયો અને 48 કલાક અનરાધાર વરસાદથી વિશ્વામિત્રીનું જળસ્તર વધતા વડોદરા શહેર બેટમાં ફેરવાય ગયું... શહેરના મોટાભાગના વિસ્તારોના લોકો કમર સુધી તો કેટલાક વિસ્તારોમાં પાંચ-પાંચ ફુટ પાણી ભરાયા.... વરસાદ રહી ગયો એના કલાકો થયા.. છતાંય લોકો એ પછીની પરિસ્થિતિમાં ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ગટરના પાણીએ બેક માર્યા. સફાઈ ગંદકી , લાખોનું નુકસાન અને માનસિક યાતના જે લોકોને હવે નિરાશ કરી રહી છે..... એવામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા અને આખી રાત શહેરભરમાં ફર્યા અને કહ્યું વડોદરાને જે જોઈએ એ બધુ જ મળશે.... 

હર્ષ સંઘવી દોડી આવ્યા વડોદરા અને... 

ધારાસભ્ય મનિષા વકીલ અને કોર્પોરેટર બંદીશ શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.લોકોએ કોર્પોરેટરો, નેતાઓ, ધારાસભ્યોને હાથ જોડીને ભગાવ્યા છે... આથી હર્ષ સંઘવી તાબડતોબ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા દોડી આવ્યા.. પૂરના સંકટ બાદ વડોદરા શહેરને ફરી ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. મોડીરાત્રિથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમા ફર્યા હતા. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે ઝોનલ મિટિંગ લીધી હતી. 




અમે તેમના છીએ અને તેઓ અમારા છે - હર્ષ સંઘવી

મીડિયાને સંબોધન કરતી વખતે ઘણી બધી માહિતી આપી સાથે જે લોકો વિફર્યા અને નારાજ થયા તેમના વિશે હર્ષ સંઘવીએ કહ્યું કે,  આ આપણા લોકો છે, તેમને પડેલી તકલીફ આપણને નહીં કહે તો કોને કહેશે? જેની પર વિશ્વાસ હોય, તેને તકલીફ જણાવશે. લોકોને મળ્યા છીએ, તેની તકલીફ જાણી છે, ખુલ્લા મને મળ્યા છીએ, છેક સુધી. વધુમાં વધુ લોકોને સાંભળીશું. અમે તેમના છીએ અને તેઓ અમારા છે. તેમણે તકલીફ ભોગવી છે તો એ જરૂરથી કહેશે, અમારે સાંભળવાનું છે અને રસ્તો કાઢવાનો છે, તે માટે એક રાત નહીં, રાતોરાત જાગીશું. વડોદરાને જે જોઇશે તે બધુ જ મળશે. વડોદરાના વિકાસના કોઇ પણ કામો નહીં અટકે. કોઇ કચાશ રહી ગઇ હશે તે પૂર્ણ કરવામાં આવશે... 



અનેક વખત વડોદરાવાસીઓને કરવો પડ્યો છે આવી ભયંકર પરિસ્થિતિનો સામનો!

વડોદરામાં વરસેલા અનરાધાર વરસાદ અને ભયાનક પૂર પછી હવે પરિસ્થિતિ ભયાનક સર્જાય છે.... ભયંકર પૂર આવ્યું જેમાં હજારો પરિવારો ફસાયેલા હતા... વિશ્વામિત્રીમાં 20 વર્ષમાં 9 વખત પૂર આવ્યું છે પણ 2024માં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેવી ક્યારેય સર્જાઈ નથી.... 20 વર્ષ બાદ વિશ્વામિત્રીના પાણી માંજલપુર, વાસણા રોડ, સન ફાર્મા રોડ, તાંદલજા રોડ અને કારેલીબાગની સોસાયટીઓમાં પ્રવેશ્યા હતા... અને 72 કલાકથી પાણી નહીં ઉતરતા  શહેર લશ્કરના હવાલે પણ થયું.. પરંતુ હવે રોગચાળો, સફાઈનો અભાવ,ગંદકી, ગટરના પાણી, મગરોનો ત્રાસ અને ખાવા-પીવા માટે ધાન નહીં અને માનસિક હતાશા લોકોને નિરાશ કરી રહી છે.... વર્ષ 2005, વર્ષ 2013માં અને વર્ષ 2019માં પણ પાણી આવ્યું હતું. પરંતુ વર્ષ 2019માં તો 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો છતાં પણ આટલી ભયંકર પરિસ્થિતિ તે સમયે થઈ ન હતી... જેવી 2024માં થઈ છે... આશા છે કે વિશ્વામિત્રીના ડેવલોપમેન્ટ માટે 1200 કરોડ સરકારે ફાળવ્યા તો આવી પરિસ્થિતિનો સામનો ફરી નહીં કરવો પડે.... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટબોક્સમાં જણાવજો.. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે