બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત ટ્રેકનું સમારકામ પૂર્ણ થતાં ટ્રેન સેવા શરૂ કરાઈ! પહેલી ટ્રેન જ્યારે પસાર થઈ ત્યારે ભાવુક થયાં રેલવે મંત્રી, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-05 14:32:19

શુક્રવાર રાત્રે ઓડિશામાં ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેણે  દેશના લોકોને દુ:ખી કરી દીધા હતા.ઘાયલોની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. 51 કલાક બાદ રવિવાર સાંજે ટ્રેક પરથી પહેલી ટ્રેન પસાર થઈ હતી. બાલાસોર ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત ટ્રેકનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું હતું અને ટ્રેનને ટ્રેક પરથી પસાર કરવામાં આવી હતી. ટ્રેન જ્યારે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાથ જોડીને નમન કરતા દેખાઈ રહ્યા છે. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે અમારી જવાબદારી હજી પૂર્ણ નથી થઈ. અમારૂ લક્ષ્ય ખોવાયેલા લોકોને શોધવાનું છે.

      

ટ્રેન પસાર થઈ ત્યારે ભાવુક જોવા મળ્યા અશ્વિની વૈષ્ણવ!   

જ્યારથી ઓડિશામાં રેલવે દુર્ઘટના સર્જાઈ ત્યારથી રેલવે મંત્રી સતત ચર્ચામાં રહ્યા છે. જે દિવસે દુર્ઘટના બની હતી તે સમયથી રેલવે મંત્રી ઓડિશામાં છે. પીએમ મોદીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. 51 કલાક બાદ રેલવે ટ્રેકનું સમારકામ પૂર્ણ થયું હતું. ઘટના બાદથી રેલવે મંત્રી ત્યાં જ છે અને કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. રવિવાર રાત્રે ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ હતી. આ દરમિયાન અશ્વિની વૈષ્ણવ ભાવુક જોવા મળ્યા હતા. કલાકોની મહેનત બાદ રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ હતી. આ ટ્રેક પરથી પહેલી ટ્રેન રવાના કરવામાં આવી હતી. ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાથ જોડીને નમન કરતા જોવા મળ્યા હતા.   

  

અમારી જવાબદારી હજી પૂર્ણ નથી થઈ- અશ્વિની વૈષ્ણવ

આ દરમિયાન રેલવે મંત્રીએ રડતાં રડતાં કહ્યું હતું કે અમારો ઉપદ્દેશ્યએ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારને મળી શકે. તેઓ શક્ય તેટલી વહેલી તકે શોધી શકાય. અમારી જવાબદારી હજૂ પૂરી થઈ નથી. બાલાસોરમાં જ્યાં ટ્રેન દુર્ઘટના થઈ હતી, ત્યાં યુદ્ધના ધોરણે કામ ચલાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ત્રણ ટ્રેનો વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. પીએમ મોદી પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને ઘાયલો સાથે પણ મુલાકાત કરવા પહોંચ્યા હતા.     



મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જામનગરમાં પૂનમબેન માડમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.

પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે.. બનાસકાંઠામાં તેમણે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે.