તુર્કી અને સીરિયા બાદ તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનની ધરા ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા હતા ભૂકંપના આંચકા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-23 10:50:56

તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકો બેઘર થયા છે. ત્યારે તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ગુરૂવાર સવારે ભૂકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 265 કિમી દૂર નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપના આંચકાની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. 18 મિનિટની અંદર બે વખત ધરા ધ્રુજી હતી. પ્રથમ વખત આવેલા ભૂકંપની તીવ્રતા 6.6 હતી જ્યારે બીજી વખત આવેલા ભૂકંપની તીવ્રતા 5ની આસપાસ નોંધાઈ હતી. આ સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો.


બે વખત ધ્રુજી હતી ધરા 

વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યો હતો જેને કારણે હજારો લોકોના જીવ ગયા છે ઉપરાંત અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ગુરુવારે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. અફઘાનિસ્તાનમાં થોડી મિનિટોમાં જ બે વખત ધરા ધ્રૂજી હતી. 


6.6 તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ 

રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.6 નોંધાઈ હતી. માત્ર 18 મિનિટની અંદર બે વખત ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. પ્રથમ વખત આવેલા ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી જ્યારે બીજી વખત આવેલા ભૂકંપની તીવ્રતા પાંચથી ઉપર નોંધાઈ હતી. પ્રથમ આંચકાનું કેન્દ્ર જમીનથી 113 કિમી અને બીજા આંચકાનું કેન્દ્ર 150 કિમી ઊંડે હતું. તે સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો.       



ઈફ્કોના ડાયરેક્ટર તરીકે જયેશ રાદડિયાની જીત થઈ હતી ત્યારે હવે ઈફ્કોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ કરવામાં આવી છે.. સતત બીજી વખત ચેરમેન તરીકે તેમની નિયુક્તિ થઈ છે. સાથે સાથે વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંઘની નિયુક્તિ કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો છે.

એક તરફ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી અનેક ભાગો માટે કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં 11 તારીખ બાદ કમોસમી વરસાદ આવી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..