અફઝલ અંસારીનું સંસદ સભ્ય પદ રદ્દ થયું, ગેંગસ્ટર એક્ટ હેઠળ થઈ છે 4 વર્ષની સજા


  • Published By :
  • Published Date : 2023-05-01 21:24:50

અફઝલ અંસારીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પહેલા ગેંગસ્ટર એક્ટમાં તેને કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી હતી, હવે તેનું સાંસદ પદ પણ નિયમ હેઠળ રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અત્યાર સુધી અફઝલ અંસારી ગાઝીપુર સીટથી બહુજન સમાજ પાર્ટીના સાંસદ હતા, પરંતુ હવે તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.


અફઝલ અંસારી સામે ગુનો શું છે?


અફઝલ અંસારી ડોન મુખ્તાર અંસારીનો ભાઈ છે. બંને નેતાઓ હાલમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ જેલમાં સજા ભોગવી રહ્યા છે. જે કેસમાં આ સજાની જાહેરાત કરવામાં આવી છે તે 2005માં થયેલી હત્યા સાથે સંબંધિત છે. વાસ્તવમાં આરોપ છે કે વર્ષ 2005માં ભાજપના તત્કાલિન ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત 7 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં અફઝલ અંસારી, મુખ્તાર અંસારી અને એઝાઝુલ હકનું નામ સામે આવ્યું આરોપી તરીકે આગળ આવ્યા હતા. 2007માં તેમના પર ગેંગસ્ટર એક્ટ લાગુ કરવામાં હતું, અને ત્યારથી બંને ભાઈઓની મુશ્કેલીઓ વધી ગઈ હતી. હવે આ જે કેસમાં અફઝલને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે.


અફઝલની મુશ્કેલી વધી


જનપ્રતિનિધિ કાનુનની કલમ 8માં પણ સ્પષ્ટતાથી જણાવ્યું છે, જો કોઈ સાંસદ કે ધારાસભ્ય કોઈ કેસમાં દોષિત જાહેર થાય છે તો  આ પરિસ્થિતીમાં તે 6 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. હવે જો કે અફઝલને તો સીધી ચાર વર્ષની કેદ થઈ છે. આ પરિસ્થિતીમાં તેને કોઈ પણ પ્રકારની રાહત નહીં મળી શકે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે