ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું , "2જી એપ્રિલે ભારતનો વારો નક્કી!"


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-21 17:59:26

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી ફરી એકવાર સત્તામાં આવ્યા છે ત્યારથી જ યુએસએ પોતાના સહયોગી દેશો પ્રત્યે ખુબ આકરું વલણ રાખ્યું છે .  જેમ કે કેનેડા , મેક્સિકો , બ્રિટેન . હવે આ લિસ્ટમાં ભારત પણ આવી ચૂક્યું છે . ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ટેરિફને લઈને ભારતને આડેહાથ લીધું છે . ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિના ચૂંટણી પ્રચાર દરમ્યાન ઘણીવાર કહી ચુક્યા છે કે , " ડિક્ષનરીમાં ટેરિફ તેમનો સૌથી મનપસંદ શબ્દ છે." અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એક ખાનગી ન્યૂઝચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે , " મારે ભારત સાથે ખુબ સારા સબંધો છે . મારી ભારત જોડે એક જ સમસ્યા છે કે , તેઓ વિશ્વભરમાં સૌથી વધારે ટેરિફ લગાવતા દેશોમાંથી એક છે. હું સ્પષ્ટપણે માનુ  છું કે , ભારત ટેરિફ ઓછા કરશે . પરંતુ બીજી એપ્રિલના રોજ જે ટેરિફ ભારત લગાડતું આવ્યું છે તેટલો જ ટેરિફ અમે ભારતને લગાડીશું." આ તરફ ભારત ૨૦૨૫ના વર્ષના અંત સુધીમાં યુએસ સાથે દ્વિપક્ષીય વ્યાપારી કરારો (બાઈલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી)  કરવા માંગે છે. ભારતના સ્ટીલ અને એલ્યૂમિનિયમ સેક્ટર અગાઉથી જ યુએસમાં ૨૫ ટકા ટેરીફનો સામનો કરી રહ્યા છે. આનાથી ભારતના ૫ બિલિયન ડોલરની કિંમતના માલને અસર પહોંચી છે . ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બેઉ વચ્ચેની મિટિંગમાં ઘણીબધી વસ્તુઓ પર ટેરિફ ઘટાડવા પર ચર્ચા થઈ હતી પરંતુ લાગતું નથી કે અમેરિકા કોઈ પણ પ્રકારનું નમતું જોખવા તૈયાર હોય. 

Masterclass For World Leaders": CNN On PM Modi's Negotiations With Trump

વાત કરીએ ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપારની તો , ડોનાલ્ડ ટ્રમ્પના પેહલા કાર્યકાળ દરમ્યાન તેમણે ભારત પાસેથી "જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ " એટલેકે GSP નું બિરુદ લઈ દીધું હતું , આ GSP અંતર્ગત અમેરિકા વિકાસશીલ દેશોમાંથી આવતા માલ સામાનની આયાત પર ખુબ નહિવત અથવા તો ઝીરો ટેરિફ લગાડે છે , પરંતુ ટ્રમ્પએ ભારતને આ ઝટકો આપતા આપણને ૭૦ મિલિયન ડોલરનો ફટકો પડ્યો હતો . વાત કરીએ હાલની તો યુએસ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે . આપણે અમેરિકા પાસે ટ્રેડ પ્લસ છીએ તેનો મતલબ જેટલી વસ્તુ આપણે અમેરિકામાંથી આયાત કરીએ છીએ તેના કરતા વધારે વસ્તુ આપણે અમેરિકમાં નિકાસ કરીએ છીએ . ૨૦૨૩ના વર્ષમાં ભારતે અમેરિકામાં ૮૫.૫ બિલિયન ડોલરના કિંમતની વસ્તુઓ નિકાસ કરી હતી . આ મુખ્ય નિકાસોમાં ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સ , દવાઓ , જેમ્સ અને જવેલરી ,  રીફાઇન્ડ  ક્રૂડ ઓઇલનો સમાવેશ થાય છે. તો હવે જોઈએ , અમેરિકા ભારત પ્રત્યે કેવું વલણ રાખે છે . ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે સંભાવના છે કે તે સમયે બેઉ દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારી કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે.



ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.