ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.
ભારત અને પાકિસ્તાન બેઉ દેશો આજે અને કાલે બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટના રોજ અરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ શરુ કર્યો છે. ગુજરાતના કિનારે ભારતીય નેવી અને સિંધના કિનારે પાકિસ્તાની નૌકા સેનાઓ યુદ્ધ અભ્યાસ હાથ ધરશે. ભારતીય નેવી અને પાકિસ્તાનની નેવીએ આ માટે , NOTMAR એટલેકે , નોટિસ ટુ મરીનર્સ જારી કર્યું છે . NOTMAR મુજબ બને દેશના નિર્ધારિત ફાયરિંગ ઝોન વચ્ચે માત્ર ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. ભારતની નૌકા સેનાએ ૧૧મી ઓગસ્ટના બપોરે , ૧૧:૩૦ થી ૧૩:૩૦ વચ્ચે ફાયરિંગ અભ્યાસ કરશે. આ સમયગાળા દરમ્યાન તમામ વેપારી જહાજો અને માછીમારી હોડીઓને આ વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે , આ પ્રકારના અભ્યાસ , પૂર્વનિર્ધારિત તાલીમનો ભાગ હોય છે , પરંતુ વર્તમાન સંજોગોમાં સરહદી તણાવ વચ્ચે બંને દેશનો અભ્યાસ એક પ્રકારે શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે.
હવે વાત કરીએ , પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની તો , તેઓ હાલમાં યુએસની મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર પછી અસીમ મુનીરનો આ બીજો યુએસ પ્રવાસ છે . આ વખતે , પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે , યુએસના ફ્લોરિડા રાજ્યના ટામ્પા શહેરની મુલાકાત લીધી છે , જ્યાં તેમણે યુએસના સેન્ટ્રલ કમાન્ડના જનરલ માઈકલ કુરિલ્લાની રિટાયરમેન્ટ પાર્ટીમાં હાજરી આપી હતી . આ પછી ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે , બિઝનેસ અને નાગરિક કાઉન્સેલ અદનાન અસદે બ્લેક તાઈ ડિનર હોસ્ટ કર્યું હતું . આ ઇવેન્ટમાં પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે કહ્યું કે , " અમે એક ન્યુક્લિયર નેશન ( પરમાણુ સંપન્ન) દેશ છીએ. જો અમને લાગ્યું કે અમે ડૂબી રહ્યા છીએ , તો પછી અમે અડધી દુનિયાને પણ સાથે લઇ ડુંબીશું . અમે રાહ જોઇશુ કે ભારત સિંધુ નદી પર બંધ બનાવે , જેવો જ ભારત બંધ બનાવશે કે અમે તેની પર દસ મિસાઇલો દાગી દઈશું. સિંધુ નદી કોઈ ભારતની ફેમિલી પ્રોપર્ટી નથી. અમારી પાસે મિસાઈલોની કોઈ કમી નથી. ભારત એક મર્સીડીઝ જેવું છે , જે ફરારીની જેમ હાઇવે પર દોડી રહી છે. અને અમે રેતીથી ભરેલો એક ડમ્પર ટ્રક છીએ. જો આ ટ્રક કારથી અથડાઈ જાય તો , નુકશાન કોનું થશે? ભારત પોતાને વર્લ્ડ લીડરના રૂપમાં પેશ કરવા માંગે છે , પરંતુ તે હકીકતોથી દૂર છે . "