મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રામનવમી પહેલા બે જૂથ વચ્ચે થઈ અથડામણ, ઝઘડામાં થયો પથ્થરમારો અને વાહનોમાં લગાવાઈ આગ


  • Published By :
  • Published Date : 2023-03-31 13:16:50

સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રામનવમી પહેલા હિંસા ફાટી નિકળી હતી. બે જૂથ વચ્ચે થયેલી મારામારીએ ઉગ્રરૂપ ધારણ કરી લીધું હતું. ઝઘડામાં પથ્થરમારો પણ થયો હતો, વાહનોમાં આગ પણ લગાવવામાં આવી હતી ઉપરાંત પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


બે લોકો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર રૂપ કર્યું હતું ધારણ  

સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ આખી ઘટના બુધવાર રાતની છે. મોડી રાત્રે બે યુવાનો વચ્ચે એક મંદિરની બહાર ઝઘડો શરૂ થયો હતો. જે બાદ બંને યુવકોએ પોતાના સાથીઓને બોલાવ્યા. જે બાદ આ ઝઘડો સાંપ્રદાયિક બની ગયો હતો. પહેલા બંને જૂથો વચ્ચે મારામારી થઈ. મારામારી ઉપરથી પથ્થરમારા પર બંને જૂથો આવ્યા. ઝઘડો એટલો ઉગ્ર બનયો કે વાહનોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું. વાહનોમાં આગ લગાવી દીધી. વાતાવરણ એકદમ તનાવપૂર્ણ થઈ ગયું હતું.


પોલીસે મેળવી લીધો સ્થિતિ પર કાબુ 

હિંસા વધારે વધવા લાગી જે બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે પોલીસના વાહનને પણ જૂથોએ આગ લગાડી દીધી. એવી પણ માહિતી સામે આવી હતી કે એક જૂથ દ્વારા બોમ્બનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ હિંસામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. મળતી માહિતી અનુસાર હાલ સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સ્થિતિ તો કાબુમાં આવી ગઈ છે પરંતુ સ્થિતિ હજી પણ તનાવપૂર્ણ છે. ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં પોલીસને પણ તૈનાત કરી દેવામાં આવી છે.     




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.