Ahmedabad : માતાએ દીકરીને ઠપકો આપ્યો અને દીકરીએ Police Stationમાં કરી દીધી માતા વિરૂદ્ધ ફરિયાદ! જાણો શું છે સમગ્ર કિસ્સો


  • Published By :
  • Published Date : 2023-10-03 12:59:24

માતા અને દીકરીના સંબંધ વિશે આપણે ત્યાં ઘણું કહેવાયું છે અને લખાયું છે. માતાને દીકરીની પહેલી મિત્ર કહેવામાં આવે છે વગેરે વગેરે... ઘરકામમાં અનેક દીકરી માતાને મદદ કરાવતી હોય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક દીકરીએ તેની માતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કારણ કે તેની માતાએ તેને કામચોર કહ્યું અને લાફો માર્યો. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને માતા વિરૂદ્ધ પોક્સો  એક્ટ અંતર્ગત ગુન્હો નોંધ્યો છે. આ સમાચાર વાંચીને નવાઈ લાગી હશે પરંતુ આ વાત સાચી છે. 

Ahmedabadના IIM રોડ પર ધોળાદિવસે ખાનગી કંપનીનો કર્મચારી લૂંટાયો, 25 લાખ  ભરેલી બેગ લઈને આરોપીઓ ફરાર

માતાએ દીકરીને ડીશ આપવાની કહી તો દીકરીએ કહ્યું... 

આજકાલની જનરેશનને સમજવી કદાય અઘરી છે. જે સપનામાં આપણે વિચાર્યું ન હોય તેવા કામો આજની પેઢી કરે છે. આ વાત એટલા માટે કરવી છે કારણ કે નવરંગપુરાથી એવા સમાચાર સામે આવ્યા કે દીકરીએ પોતાની માતા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ કરી. નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમની દીકરી પાસે રસોડામાંથી ડિશ માગી હતી. મળતી માહિતી અનુસાર સવારે દીકરી ચા પી રહી હતી ત્યારે તેની માતા વાસણ ઘસી રહી હતી. આ દરમિયાન માતાએ દીકરી પાસે ડીશ માગી. દીકરીએ કહ્યું કે તે ચા પીને ડીશ આપું. માતાએ કહ્યું કે બેટા વાસણા ધોવાઈ ગયા છે તો તુ મને ડિશ આપી દે તો મારે કામ પૂર્ણ થઈ જાય. દીકરીએ કહ્યું તારે લેવી હોય તો લઈલે અથવા તો રાહ જો. આ દરમિયાન દીકરીને કામચોર કહી


દીકરીએ માતા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

આ બાદ મહિલાએ દીકરીને પૂછ્યું તું શું કામ આવું વર્તન કરે છે? મહિલાએ દીકરીને ઠપકો આપી એક લાફો  માર્યો. માતા દ્વારા મળેલા ઠપકાથી રિસાઈને તે ઘરની બહાર જતી રહી તે પણ કહ્યા વગર. રિસાયેલી દીકરી સીધી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચી અને માતા વિરૂદ્ધ ફરિયાદ કરાવી દીધી. પોલીસે મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. 


માતા પિતાને શું ઠપકો આપવાનો હક પણ નથી રહ્યો? 

મહત્વનું છે કે આજની પેઢીમાં સહનશક્તિ બિલકુલ નથી રહી. પહેલા જ્યારે મોટા લોકો બાળકોને મારતા હતા ત્યારે બાળકો સહન કરતા હતા. હવે તો સમય એવો આવ્યા છે જ્યાં બાળકો પર માતા પિતા પણ હક નથી જતાવી શક્તા. માતા પિતા બાળકોનું સારું વિચારીને જ તેમને સલાહ આપતા હોય છે પરંતુ આજની પેઢીને એવું લાગે છે કે તે લોકો જ સાચા છે. પરંતુ અનેક કિસ્સાઓમાં એવું નથી હોતું. આ વિશે તમારૂં શું માનવું છે તે અમને જણાવો...  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.