અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 લેનનો બનશે..


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-18 13:38:17

અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 લેનનો બનાવવા માટે 3 હજાર 350 કરોડના ખર્ચે કરવામાં આવશે.આ માર્ગ બનવાની સાથે આ રોડ પર જતાં મુસાફરોના સમયમાં 30 થી  45 મિનિટનો ઘટાડો થશે જયારે 10 થી 15 ટકા ઇંધણની બચત થશે તેમ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે. આજે વિધાનસભામાં અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અંગે વિગતો આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે 3350 કરોડના ખર્ચ તૈયાર થનાર આ હાઇવેનું 98 ટકા કામ પૂર્ણ થયું છે અત્યાર સુધીમાં 201.33 કિલોમીટર લાંબા આ રાષ્ટ્રીય ધોરી માર્ગનું પ્રથમ તબક્કાનું 197 કિલોમીટર રોડના કામ માંથી 193 કિલોમીટર રોડનું કામ પૂર્ણ થયું છે.અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ 38 ફ્લાયઓવર -અંડરપાસ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે જેમાંથી અત્યાર સુધીમાં 34 ફ્લાયઓવર-સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થઈ છે. હજી 4 સ્ટ્રક્ચરની કામગીરી ચાલી રહી છે. 

આ ધોરી માર્ગ ઉપર વારંવાર થતાં અકસ્માતના 34 બ્લેક પોઈન્ટને શોધી કાઢી તેમાંથી 31 એવા પોઈન્ટને હટાવવા આવ્યા છે. વર્ષ 2019 થી અત્યાર સુધીમાં અકસ્માતની  ઘટનાઓમાં 41 ટકાનો ઘટાડો થયો હોવાનું તેમણે જણાવાયું હતું.    વર્ષ 2023 થી અમદાવાદ -રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગ માટે કરીને ખેડૂતો પાસેથી જમીન સંપાદન શરૂ કરાયું હતું પરંતુ હજી પણ રોજિંદા અવરજવર કરતાં લોકો અમદવાદ રાજકોટ રાષ્ટ્રીય માર્ગને 6 લેન શરૂ થાય તેની રાહ જોઈએ રહ્યા છે.  






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે