અમેરિકાથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હોબાળો, વ્યક્તિએ પત્નીનું ગળું દબાવવાનો કર્યો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-05-19 16:05:32

અમેરિકાના નેવાર્કથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભારે હોબાળો થયો હતો. પ્રવાસ દરમિયાન એક મુસાફરને પેનિક એટેક આવ્યો હતો ત્યાર બાદ તેણે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન મુસાફરે તેની પત્નીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, ક્રૂ મેમ્બરોએ કોઈક રીતે પેસેન્જરને કાબુમાં લીધો હતો. જે બાદ ફ્લાઇટ સમયસર મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી શકી હતી.


પેનિક એટેક બાદ મુસાફર બેકાબૂ 


મીડિયા રિપોર્ટ, બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા મુંબઈના એક બિઝનેસમેને નેવાર્કથી પ્લેન ઉડાન ભર્યાની થોડી જ વારમાં હંગામો શરૂ કર્યો હતો. આ દરમિયાન પેસેન્જરે બૂમો પાડીને ફ્લાઈટને ટેક ઓફ કરવાની માંગ કરી હતી. જ્યારે ક્રૂ મેમ્બર્સ અને તેની પત્નીએ પુરુષને શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની પત્નીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.


ડોક્ટરે આપ્યું બેભાન થવાનું ઈન્જેક્સન


ક્રૂ મેમ્બર્સે ફ્લાઈટમાં હાજર ડોક્ટરની મદદથી પેસેન્જરને દબોચી લીધો અને ઈન્જેક્શન લગાવીને બેભાન કરી દીધો હતો. આ પછી પ્લેન સમયસર મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. હંગામો મચાવનાર વ્યક્તિની પત્નીને કહ્યું હતું કે તેના પતિને પેનિક એટેક આવતા રહે છે અને છેલ્લા કેટલાક દિવસોથી તે તેની દવાઓ પણ નથી લઈ રહ્યો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે