બ્રિટનમાં એર ટ્રાફિક કન્ટ્રોલ ઠપ, ફ્લાઈટ સર્વિસ ખોરવાઈ, અનેક ફ્લાઈટ કેન્સલ


  • Published By :
  • Published Date : 2023-08-28 19:14:37

બ્રિટનમાં એર ટ્રાફિક કન્ટ્રોલમાં આવેલી ટેકનીકલ સમસ્યાના કારણે અનેક ફ્લાઈટ સર્વિસ ખોરવાઈ છે, આ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. બ્રિટનની રાજધાની લંડનમાં સોમવારે ટેક્નિકલ સમસ્યા સર્જાયા બાદ ફ્લાઈટ સેવામાં વિક્ષેપ સર્જાયો છે અને લંડનના એરપોર્ટ પર ફ્લાઈટ સેવા બંધ કરી દેવામાં આવી છે. બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમે (Air Traffic Controllers) જાણ કરી હતી કે ટેક્નિકલ સમસ્યાના કારણે ફ્લાઈટ્સ મોડી પડી છે. 


અસુવિધા માટે યાત્રીકોની માફી માગી


મીડિયા રિપોર્ટ મુજબ બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસ (NATS)ના જણાવ્યા મુજબ "તે ટેકનીકલ ખામીનો સામનો કરી રહી છે. આ કારણે ઉડાનોમાં વિલંબ થઈ શકે છે." એન્જિનિયરિંગ ખામીને શોધવા માટે અને તેને સુધારવા માટે કામ ચાલી રહ્યું છે. આ સાથે જ યાત્રિકોની માફી માગતા કહેવામાં આવ્યું છે કે પેસેન્જરોને થનારી અસુવિધા માટે માફી માગીએ છીએ.  


એરપોર્ટ પર ટ્રાફિક ફ્લો રિસ્ટ્રીક્શન


બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસીસ (NATS)એ કહ્યું કે અમે વર્તમાનમાં ટેકનિકલ ખામીનો સામનો કરી રહ્યા છિએ, અને સુરક્ષા જાળવી રાખવા માટે ટ્રાફિક ફ્લો રિસ્ટ્રીક્શન લાગુ કરવામાં આવ્યું છે. આયરલેન્ડની એરલાઈન્સે પણ તેની ફ્લાઈટને ડિલે કે કેન્સલ કરી દીધી છે. તેનો મતલબ એ થયો કે આયરલેન્ડનું એર ટ્રાફિક નેટવર્ક પણ પ્રભાવિત થયો છે. અનેક પેસેન્જરો સોશિયલ મીડિયા પર આ અંગે તેમની હૈયાવરાળ ઠાલવી છે.  



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.