ધ કેરાલા સ્ટોરી બાદ હવે 'અજમેર-92'ની રિલીઝ પર વિવાદ, આ મુસ્લીમ સંગઠને ફિલ્મ પર પ્રતિબંધની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-06-05 17:10:56

ધ કેરાલા સ્ટોરી બાદ વધુ એક ફિલ્મ 'અજમેર-92' રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ છે. કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ લઘુમતીઓને ટારગેટ કરે છે, અને 30 વર્ષ અગાઉ અજમેરમાં તરૂણીઓ પર થયેલા ગુનાહિત હુમલા પર આધારીત છે. જ્યારે કન્ટેન્ટને લઈ જમીયત ઉલેમા એ હિંદે ફિલ્મ 'અજમેર-92' સામે મોરચો ખોલી દીધો છે. આ મુસ્લીમ સંગઠને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.  


જમીયત ઉલેમા એ હિંદે કર્યો વિરોધ


જમીયતના પ્રમુખ મૌલાના મદનીએ કહ્યું કે અજમેર શરીફની દરગાહને બદનામ કરવા માટે બનેલી ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવે. ગુનાઈત ઘટનાઓને ધર્મ સાથે જોડવાના બદલે ગુનાઓની સામે એકજુથ થઈને કાર્યવાહી કરવાની જરૂર છે. આ ફિલ્મ સમાજમાં દરાર પેદા કરશે.


અભિવ્યક્તિની આઝાદી સામે વાંધો

 

મૌલાના મદની વધુમાં કહ્યું કે અજમેર શહેરમાં જે પ્રકારે ગુનાહિત ઘટનો સામે આવી રહી છે તે સમગ્ર સમાજ માટે શરમજનક બાબત છે. તેમણે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા એક વરદાનની સાથે-સાથે કોઈ પણ લોકતંત્રની તાકાત પણ છે. પરંતું તેની આડમાં દેશને તોડનારા વિચારો અને ધારણાને પ્રોત્સાહન ન આપી શકાય. અજમેરની ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ હિંદુ-મુસ્લીમ એકતાનું જીવંત ઉદાહરણ  છે અને લાખો લોકોની આસ્થાનું પ્રતિક છે.   


ફિલ્મની કથાવસ્તુ શું છે?


અજમેર 92 ફિલ્મનું ડાયરેક્શન પુષ્પેન્દ્ર સિંહે કર્યું છે, આ ફિલ્મમાં ઝરીના વહાબ, સયાજી શિંદે, મનોજ જોશી અને રાજેશ શર્માએ મુખ્ય કિરદાર નિભાવ્યો છે. આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારીત છે, વર્ષો પહેલા અજમેરમાં 100થી વધુ યુવતીઓને બ્લેકમેઈલ કરવા અને ત્યાર બાદ તેમનું શારિરીક શોષણ કરવાની ઘટનાને ફિલ્મમાં નિરૂપવામાં આવી છે. ફિલ્મના કન્ટેન્ટને લઈને વિવાદ વધી રહ્યો છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે