મહારાષ્ટ્રના અકોલામાં ફાટી નિકળી કોમી હિંસા, રમખાણોનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-05-14 13:28:55

એક ઈંસ્ટાગ્રામ પોસ્ટને કારણે મહારાષ્ટ્રના અકોલામાં હિંસા ફાટી નિકળી હતી. અકોલા ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે જૂથ આમને સામને આવી ગયા હતા. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું જ્યારે 8 લોકો ઘાયલ થઈ ગયા હતા. એક વીડિયોમાં કથિત રીતે બે જૂથ વચ્ચે પથ્થરમારો અને રસ્તા પર હોબાળો કરતા દેખાડ્યા છે. પોલીસે કહ્યું કે, ભીડે અમુક વાહનોને પણ તોડી નાખ્યા છે. હિંસક ઘટના બાદ ટોળાએ ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશન બહાર માર્ચ કાઢી હતી. પરિસ્થિતીને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો.


શહેરમાં કલમ 144 લાગૂ કરાઈ


અકોલામાં ફાટી નિકળેસી હિંસા મામલે એસપી સંદીપ ધુગે ચોખવટ કરી છે કે, હાલમાં સ્થિતી કાબૂમાં છે. તેમણે કહ્યું કે, જિલ્લા કલેક્ટરે આદેશ પર અકોલા શહેરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સ્થિતીને કાબૂ કરવા માટે અન્ય જિલ્લામાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. હિંસક અથડામણની પાછળનં કારણ હાલમાં જાણવા મળ્યું નથી. પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્ર અકોલામાં શનિવારે સાંજે ઈંસ્ટાગ્રામ પર વિવાદીત પોસ્ટ કરી હતી. જેના કારણે કેટલાય લોકો એકઠા થયા અને પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલમાં આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે