દિલ અને નાગરિક્તા બંને હિંદુસ્તાની...અક્ષય કુમારને મળી ભારતીય નાગરિક્તા, ફોટો શેર કરી આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-08-15 14:28:26

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારને અંતે ભારતની નાગરિક્તા મળી ગઈ છે. અત્યાર સુધી તેમને કેનેડાના નાગરિક કહીંને  ખૂબ ટ્રોલ કરવામાં આવતા હતા. અક્ષય કુમાર પણ સામે જવાબ આપતા હતા કે તે ભારતમાં રહીને ખૂબ જ ટેક્સ ચુકવે છે. તે દિવથી હિંદુસ્તાની છે. એક્ટરે પોતાના નાગરિક્તા દસ્તાવેજોને ટ્વીટર પર શેર કરતા ફેન્સને આ અંગે જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું કે હવે તે ભારતીય નાગરિક બની ચુક્યા છે.


અક્ષય કુમાર પર અભિનંદન વર્ષા

 

તેમણે ટ્વીટ કરતા ડોક્યુમેન્ટની તસવીર શેર કરતા લખ્યું છે કે " દિલ અને નાગરિક્તા બંને હિંદુસ્તાની સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ જય હિંદ" અક્ષય કુમાર પોતાની ભારતીય નાગરિક્તા પ્રાપ્ત કરીને ખુશ જોવા મળ્યા હતા. તેમણે આ જાણકારી ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. અક્ષય કુમારને સોશિયલ મીડિયા દ્વારા ચાહકો અભિનંદન પાઠવી રહ્યા છે, તો કેટલાક લોકોએ નફરતી કોમેન્ટ પણ કરી છે. 



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.