સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ અક્ષય કુમારની આગામી ફિલ્મ OMG-2, અભિનેતાએ શેર કર્યું નવું પોસ્ટર, ટીઝરને લઈ કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-07-03 16:56:31

થોડા સમય પહેલા અક્ષય કુમારે ઓએમજી ફિલ્મના સિક્વલ અંગેની જાહેરાત કરી હતી. વર્ષ 2012માં અક્ષય કુમાર અને પરેશ રાવલની સુપરહિટ ફિલ્મ OMG એટલે કે ઓ માય ગોડ આવી હતી. તે વખતે ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ત્યારે પહેલી ફિલ્મના આટલા વર્ષો બાદ OMG ફિલ્મની સિક્વલ અંગેની જાહેરાત થોડા સમય પહેલા અક્ષય કુમારે કરી હતી. ઓએમજી ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન કૃષ્ણના અવતારમાં દેખાયા હતા ત્યારે આ ફિલ્મમાં તે મહાદેવના રૂપમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે ફિલ્મનું બીજુ પોસ્ટર રિલીઝ થયું છે.

ભગવાન શંકરનો રોલ નિભાવશે અક્ષય કુમાર

બોલિવુડ એક્ટર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ઓએમજી-2નું બીજુ પોસ્ટર રિલીઝ કર્યું છે. રિલીઝ કરવામાં આવેલા પોસ્ટરમાં અક્ષય કુમાર ભગવાન શંકરના રૂપમાં દેખાઈ રહ્યા છે. પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ લખવામાં આવી છે. 11 ઓગસ્ટના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં બહાર પડવાની છે. ટીઝર પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટર શેર કરતા અભિનેતાએ લખ્યું કે "બસ થોડા જ દિવસોમાં. ઓહ માય ગોડ 11મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહ્યું છે. ટીઝર પણ જલ્દી રિલીઝ થશે'.     

11 ઓગસ્ટના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ 

આની પહેલા પણ એક પોસ્ટર શેર કરી સિક્વલ વિશે જાણકારી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતા તેમણે લખ્યું હતું કે અમે આવી રહ્યા છીએ, તમે પણ આવજો, 11 ઓગસ્ટના રોજ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી જોવા મળવાના છે. આની પહેલા જે ઓએમજી હતી તેમાં પરેશ રાવલ અને અક્ષય કુમારની જોડીએ લોકોનું દિલ જીતી લીધું હતું. ત્યારે આજે બીજું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવતા સોશિયલ મીડિયા પર ઓએમજી-2 ટ્રેન્ડમાં જોવા મળ્યું હતું.      



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .