Alia Bhattનો Deep Fake વીડિયો વાયરલ!, આ AI તો કાલ સવારે કોઈના પણ આવા Video બનાવી શકે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-28 10:07:18

થોડા સમય પહેલા રશ્મિકા મંદાના ડિપફેકનો શિકાર બની હતી ત્યારે હવે આલિયા ભટ્ટ ડિપફેકનો શિકાર બની છે. અનેક સેલિબ્રિટીઝ ડીપફેકનો શિકાર બની રહી છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટનો ડીપફેક એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી આલિયા ભટ્ટ જેવી જ જોવા મળી રહી છે. જે ફોટો તેમજ વીડિયો બન્યા છે જે જોઈને લાગે કે આ તો આલિયા ભટ્ટ, ક્રિતી સેનન અને  દીપિકા જ છે! પણ ફરી એકવાર ડિપફેકએ આ બધાને પોતાનો શિકાર બનાવ્યા છે.

કોઈનો પણ આવી રીતે બની શકે છે ડિપફેક વીડિયો!

આપણે જ્યારે વિશ્વ ગુરુ બનવાની વાત કરીએ છે ટેકનોલોજીમાં બધા દેશોને પાછળ મૂકી આગળ વધવાની વાત કરીએ છીએ ત્યારે એ ટેકનોલોજીનો આવો દુરૂપયોગ થશે એ કોઈ નહીં વિચાર્યું હોય. જે રીતે સિક્કાની બે બાજુ હોય એવી રીતના જ એઆઈની પણ બે બાજુ છે એક છે જે સરસ છે જેનો ઉપયોગ આપણે ખૂબ જ સારી રીતના કરી શકીએ છીએ પણ સિક્કાની બીજી બાજુ એ ખૂબ જ ભયાનક છે. આ AIનો ઉપયોગ હવે કોઈપણ વ્યક્તિ કોઈનો પણ ચહેરો લઈને ગમે તેવો વીડિયો બનાવી દે અને એને બ્લેકમેલ કરી શકે તેવો થઈ રહ્યો છે.


Alia Bhatt - Wikipedia

આ લિસ્ટમાં આલિયા ભટ્ટના નામનો પણ થયો સમાવેશ

અત્યાર સુધી રશ્મિકા મંદાના, કેટરીના કેફ અને કાજોલના ડિપફેક વીડિયો બન્યા હતા અને સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા પણ હવે આ લીસ્ટમાં આલિયા ભટ્ટનું નામ પણ આવી ગયું છે. આલિયા ભટ્ટનો પણ ડિપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઓરીજનલ વીડિયોમાં જે છોકરી છે એ રીવેલિગ વન પીસમાં જોવા મળે છે જેના ઉપર આલિયા ભટ્ટનો ચહેરો લગાવી દેવામાં આવે છે . 



અનેક અભિનેત્રીઓના આવા વીડિયો યુટ્યુબ પર મળી આવ્યા!

જ્યારે અમે આ ડિપફેક પર રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે અમને youtube પર એક ચેનલ મળી જેનું નામ હતું ડિપ ફેક શોર્ટ્સ ચેનલ. ચેનલ જોતા જ ચોંકી ગયા કારણ કે એ ચેનલ પર એક બે હિરોઈનના નહીં પરંતુ અનેક હિરોઈનના ડિપફેક વીડિયો બનાવી મૂકવામાં આવ્યા હતા. જેમાં આલિયા ભટ્ટ , ક્રિતી સેનન ,જાહ્નવી કપૂર ,વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓ હતી. જોયા પછી અમને સવાલ થયો કે આ તો હજી શરૂઆત છે કાલ સવારે આપણમાંથી પણ આવા વીડિયોઝ બની શકે છે. જો આવું થાય તો કોઈ નવી વાત નહીં રહે આ બધી વસ્તુથી પણ લોકો ટેવાઈ જશે પણ આ વસ્તુથી ટેવાવાનું નથી.  


આવા વીડિયો એટલા માટે બને છે કારણ કે...!

જ્યારે સૌથી પહેલા રશ્મિકાનો વીડિયો વાયરલ થયો ત્યારે જ અમે કહ્યું હતું કે આ વીડિયોઝ લોકો એટલા માટે બનાવે છે કારણકે એને જોવા વાળી ઓડિયન્સ છે. જો આપણે આવા વીડિયો જોવાનું બંધ કરી દઈશું તો બનાવવા વાળા પણ આપોઆપ આવું કરવાનું છોડી દેશે.! આટલું ખતરનાક છે કે કાલ સવારે આ કોઈનો પણ ચહેરો લઈને પોર્ન વીડિયો બનાવી શકે છે. અને કોઈને ખબર પણ નહીં પડે કે આ એઆઈનો કમાલ છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે સૂચના આપી હતી. ટકોર પણ કરી હતી કે એઆઈનો આ રીતનો ઉપયોગ કરવોએ ખોટો છે. 



આ મામલે પોલીસે હાથ ધરી હતી તપાસ 

રશ્મિકા મંદાનાનો ડિપફેક વીડિયો બન્યો એના પછી ઘણા બધા લોકોએ આ વસ્તુની નિંદા કરી. ત્યારબાદ દિલ્હી પોલીસે પણ આની સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસનું એવું પણ કહેવું છે કે કેસમાં મહત્વપૂર્ણ કડી પણ મળી ગઈ છે એટલે જેણે વીડિયો બનાવ્યો છે એ પણ થોડા સમયમાં પોલીસની પકડમાં હશે. દેશમાં અનેક તકલીફો વચ્ચે હવે આ ડિપફેકની તકલીફ પણ એડ થઈ ગઈ છે કારણ કે આ ખૂબ જ ગંભીર વિષય છે. લોકો બદલાય આવા વિડીયો બનાવવાનુ અને જોવાનું બંધ કરે એ આશા.



લોકસભા બેઠકના ઉમેદવારોને જમાવટની ટીમ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે. તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. ત્યારે મહેસાણાના ઉમેદવારોને ફોન કર્યો હતો.

મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જામનગરમાં પૂનમબેન માડમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.