અમરનાથ બાબાની કરવામાં આવી પૂજા! જમ્મુ કાશ્મીરના LGએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીધો આરતીમાં ભાગ, આવતા મહિનાથી થશે યાત્રાનો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-06-03 19:26:21

થોડા સમય પહેલા અમરનાથ શિવલીંગના ફોટો સામે આવ્યા હતા.જમ્મુ કાશ્મીર સ્થિત અમરનાથના દર્શને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે અમરનાથ યાત્રાના રશ્મીનો પ્રારંભ થયો છે. જમ્મુ કશ્મિરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પહેલી પૂજાનો લ્હાવો લીધો હતો. મહત્વનું છે કે ગયા વર્ષે 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો 


17 એપ્રિલથી શરૂ થયું હતું રજિસ્ટ્રેશન!

પહેલી જૂલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થવાનો છે. યાત્રા શરૂ થવાને એક મહિનાની વાર છે. 31 ઓગસ્ટ સુધી યાત્રા ચાલશે અને મોટી સંખ્યામાં ભક્તો આ વખતે પણ દર્શનનો લાભ લેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 17 એપ્રિલથી અમરનાથ યાત્રાને લઈ રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું હતું. ઓનલાઈન અને ઓફલાઈન બંને રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું. દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે 15 જૂન સુધીમાં રસ્તા પરથી બરફ હટાવી લેવામાં આવશે. 


આરતીનું કરવામાં આવશે લાઈવ પ્રસારણ!

અમરનાથ યાત્રાના પ્રારંભમાં ભલે એક મહિનો બાકી હોય પરંતુ યાત્રાને લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર બાબા અમરનાથના અનેક ફોટા વયારલ થયા હતા. તસવીરોમાં જોવા મળે છે કે આ વખતે હિમલીંગ પૂર્ણ આકારમાં બનેલું છે. સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી રહી છે. દેશભરના લોકો બાબાના દર્શન કરી શકે તે માટે સવારે અને સાંજે આરતી લાઈવ બતાવવામાં આવશે. ઓનલાઈન મળતી સેવાનો લાભ શ્રદ્ધાળુઓ લઈ શકે છે. મહત્વનું છે કે બોર્ડર રોડના ડાયરેક્ટર જનરલે બાલતાલ અને ચંદનવાડીની મુલાકાતે ગયા હતા.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે