વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન કરશે 18 હજારથી વધુ કર્મચારીઓની છટણી


  • Published By :
  • Published Date : 2023-01-05 12:55:44

2023નું નવું વર્ષ સમગ્ર વિશ્વ માટે પડકારજનક બની રહેશે તેવું દુનિયાભરના અર્થશાસ્ત્રિઓનું અનુમાન છે. વિશ્વના અનેક દેશો ભયાનક મંદીની ઝપેટમાં આવી  જશે તથા અગ્રણી કંપનીઓ પણ નાદારીની સ્થિતીમાં મુકાશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે. આ સ્થિતીમાં અમેરિકા અને  યુરોપની જાયન્ટ કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે છટણીનો રસ્તો અપનાવ્યો છે. એમેઝોને તેના 18 હજારથી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે.


એમેઝોન કરશે 18 હજાર કર્મચારીઓની છટણી


વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન તેના  18 હજારથી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. અમેઝોનના સીઈઓ એન્ડી જેસ્સીએ બુધવારે સ્ટાફને મોકલેલા મેમોમાં કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. 


શા માટે કર્મચારીઓની છટણી?


વિશ્વની અન્ય ટેક કંપનીઓની જેમ એમેઝોન પણ આર્થિક મંદીનો સામનો કરી રહી છે. બીજી તરફ સિલિકોન વેલીની અન્ય સ્પર્ધક કંપનીઓની  તુલનામાં એમેઝોનમાં સ્ટાફની સંખ્યા વધુ છે. ગત સપ્ટેમ્બરથી અંત સુધી કર્મચારીઓની સંખ્યા 15 લાખથી વધુ હતી. આ રીતે એમેઝોન તેના વર્કફોર્સની તુલનામાં લગભગ 1 ટકા છે.


ઈ-કોમર્સ કંપનીમાં સૌથી મોટી છટણી હશે? 


એમેઝોન અગે થોડા સમય પહેલા જાહેર થયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કંપની 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. પરંતુ આ વખતે જે આંકડો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. 18,000 કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવવી પડી શકે છે, એટલે કે કંપની 70 ટકા નોકરીઓ કાપવાની યોજના બનાવી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ કેટલીક વધારાની છટણી પણ કરવામાં આવશે જેમાં એમેઝોન કોર્પોરેટ રેન્કના લોકો સામેલ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે. એવું માનવામા આવી રહ્યું છે કે એમેઝોનની આ છટણી કોઈ પણ ઈ-કોમર્સ કંપનીમાં અત્યાર સુધીની સૌથી મોટી છટણી હશે. 


એમેઝોનનો શેર 2 ટકા વધ્યો


એમેઝોને કર્મચારીઓની છટણીની જાહેરાત કરતા  જ ઈન્વેસ્ટર્સએ કંપનીના આ પગલાને વધાવી લીધું છે. વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા આ સમાચાર બહાર આવ્યા બાદ તરત જ શેર લગભગ 2 ટકા મજબુત થયો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.