Ambaji : 51 શક્તિપીઠ પરિક્રમાનો ગુજરાતના મંત્રીમંડળે લીધો લાભ, મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ભક્તિમાં થયા લીન!, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-16 11:48:29

શક્તિપીઠ અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. લાખો માઈ ભક્તો પરિક્રમા કરવા માટે શક્તિપીઠ જઈ રહ્યા છે. અંબાજી મંદિર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ તેમજ ધારાસભ્યો અંબાજી પહોંચ્યા હતા. ભક્તિમાં લીન ધારાસભ્યો તેમજ મંત્રીઓ દેખાયા હતા. મંત્રીમંડળે મહાઆરતી પણ કરી હતી. 

સીએમ, વિધાનસભા અધ્યક્ષ સહિત ધારાસભ્યોએ લીધો પરિક્રમા મહોત્સવમાં ભાગ

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દરમિયાન વિવિધ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ યાત્રાઓ કાઢવામાં આવે છે. ત્યારે આજે જ્યોતયાત્રા, મશાલ યાત્રા તેમજ ત્રિશુળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. બુધવારના દિવસે ગુજરાતનું આખું મંત્રી મંડળ, વિધાનસભાના સભ્યો ગબ્બર દર્શન કરવા પહોંચ્યા હતા. વિવિધ પૂજા મંડપમાં વિવિધ ધારાસભ્યોએ પૂજા કરી હતી. આ યાત્રાની સુંદર તસવીરો નેતાઓએ શેર કરી છે. 


લાખો શ્રદ્ધાળુઓએ મા અંબા સમક્ષ શિશ નમાવ્યું

મુખ્યમંત્રી સહિત મંત્રી અને ધારાસભ્યો અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. ધારાસભ્યોએ જય અંબેના નારા લગાવ્યા અને માના દર્શન કર્યા. મહાઆરતીમાં પણ જોડાયા અને સાથે 330 પગથિયા ચઢીને માની પરિક્રમા પણ કરી અને એ દ્રશ્યો સુંદર હતા જ્યારે ગૃહરાજ્યમંત્રી,  વિધાનસભાના અધ્યક્ષ બધા ભજનો ગાતા હતા. આ બીજા વર્ષે અંબાજીમાં પરિક્રમાનું આયોજન થયું છે. મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અંબાજીમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો છે અંબાજી ગબ્બર પર 4 કિમી થી વધુનો ગોળાર્ધ છે અને 400 સીડી પર અલગ અલગ જગ્યાએ 11 લાખ દીવડાઓ મૂક્યા છે. લાખો શ્રદ્ધાળુઓએ પરિક્રમા મહોત્સવમાં ભાગ લીધો છે.  




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે