Ambarish Der BJPમાં તો જોડાઈ ગયાં પણ હવે એમનું ભવિષ્ય શું? કેમ અમરેલીથી ટિકિટ ના મળી? સમજો સમીકરણો..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-26 16:34:08

નેતા જ્યારે પક્ષપલટો કરતા હોય છે ત્યારે આપણે માનતા હોઈએ છીએ કે કોઈ સત્તાની લાલચ હશે, કોઈ પદની લાલચ આપવામાં આવી હશે જેને કારણે તે પાર્ટીમાં જોડાયા છે. પરંતુ અનેક નેતાઓને પક્ષપલટો કર્યા બાદ પણ કોઈ પદ કે ઉમેદવારી ના આપવામાં આવે તો? એક નેતા જેમની માટે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે રૂમાલ રાખ્યો હતો એ નેતા હવે ભાજપમાં તો જોડાય ગયા પણ આ વખતે સી.આર.પાટીલે જે જગ્યા બચાઈને રાખી હતી ત્યાં એમનો મેળ ન પડ્યો હું વાત અમરીશની ડેરની કરી રહી છું જેમને કેસરિયા તો કર્યા પણ હવે અમરીશ ડેરનું શું? 

અંબરીષ ડેર જોડાયા ભાજપમાં પરંતુ..

2022ની ચૂંટણી બાકી હતી ત્યારે સી આર પાટિલે જાહેર સભામાં કહી દીધું કે અમરીશભાઈના માટે મે બસમાં રૂમાલ રાખ્યો છે અને જાહેરમાં અમરીશ ડેરને એમણે આમંત્રણ આપ્યું હતું અને જો ત્યારે એ ભાજપમાં જોડાઈ ગયા હોત તો તેમને રાજુલાથી ટિકિટ મળતી પણ એ વખતે અમરીશ ડેરે પ્રશ્ન કર્યો હતો કે હું આવી જાવ તો અત્યારે જે ભાજપના ધારાસભ્ય જે છે એમનું શું? ત્યારે ભાજપ પાસે તોડ હતો કે અત્યારના ધારાસભ્યને સમજાવીને બીજે સેટ કરી દઈશું પણ છતાં અમરીશ ડેર ભાજપમાં ના જોડાયા અને એ ચૂંટણી પણ હાર્યા પણ હમણાં અંબરીશ ડેર ભાજપમાં જોડાયા..


જાફરાબાદમાં કાર્યકર્તાઓએ ફોડ્યા હતા ફટાકડા

ત્યારે એવું કહેવાતું કે એ સી.આર.પાટીલ સાથે અમરીશ ડેરના સારા સંબંધો છે એટલે સી.આર.પાટીલ સમીકરણો બદલીને હીરા સોલંકીને ભાવનગર લડાવશે એને અમરીશ ડેરને રાજુલા બાય ઈલેક્શન લડાવશે. એવું પણ ન થયું. જે દિવસે ઇલેકશન જાહેર થયું એ દિવસે જાફરાબાદમાં ફટાકડા ફૂટ્યા અને કાર્યકર્તાઓએ એવું કહ્યું કે અમે ખુશ છીએ કે અમારા હીરા ભાઈ અહીંયા જ રહેવાના છે. એટલે એક કેહવત યાદ આવે છે કે એક મ્યાનમાં બે તલવારના ન રહી શકે... 


જ્યારે જમાવટને આપ્યો હતો ઈન્ટરવ્યુ ત્યારે તેમણે કહ્યું કે... 

કારણ કે હીરા સોલંકી અત્યારે ધારાસભ્ય છે અને અમરીશ ડેરને હાલ કશું નહિ મળે એ માનવાને અવકાશ નથી. એમને કંઈક તો મળશે પણ ક્યારે એ પ્રશ્ન છે. રાજનીતિમાં સંયમ ખુબ જરૂરી હોય છે. અમરીશ ડેરને અત્યારે લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે કે ત્યાં જઈને શું મળી ગયું ને એ બધું અને જે તે સમયે એ એવું બોલ્યા હતા કે ભાજપમાં  ગાભા મારવા સિવાયનું કઈ કામ હોતું નથી વગેરે વગેરે અમે જ્યારે અમરીશ ડેર સાથે સાવંદ કર્યો ત્યારે ઇન્ટરવ્યુ દરમિયાન એમને આ સવાલ પણ કર્યો હતો.   


શું છે અમરેલી જિલ્લાના સમીકરણો? 

હવે અમરેલી લોકસભા બેઠક સમજીએતો અમરીશ ડેરને ત્યાંથી ટિકિટ આપવાની વાત હતી પણ અમરેલીમાં પાટીદાર સમીકરણો બેસે એટલે ત્યાંથી ભરત સુતરિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે  તેઓ લેઉવા પાટીદાર અગ્રણી છે. અને હાલમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે.આ વખતે નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરતભાઈને ટિકિટ આપવામાં આવી છે. સમીકરણની વાત કરીએ તો અમરેલીમાં લેઉવા પટેલ અને કોળી મતદારોની સંખ્યા વધુ છે. 


અંબરીષ ડેરને જોવી પડશે 2027 સુધી રાહ! 

રાજુલામાં કોળી અને ક્ષત્રિયો, લાઠીમાં પટેલ, મહુવામાં અને ગારીયાધારમાં કોળી મતદારો વધુ છે. અમરેલી બેઠક ઉપરથી 1991 થી 1999 સુધી દિલીપ સંઘાણી ચાર વખત ચૂંટાયા છે. સાત વખત અમરેલી બેઠક કોંગ્રેસને અને પાંચ વખત ભાજપને મળી છે. 2004માં કોંગ્રેસના વિરજીભાઈ ઠુમ્મર તો 2009 અને 2014માં ભાજપના નારણભાઈ કાછડિયા ચૂંટાઈ આવ્યા છે. અને આ વખતે ભરતભાઈ સામે જેની બેન ઠુમ્મર છે તો હવે અમરીશ ડેરએ  2027 સુધીની રાહ જોવી પડશે એવું લાગી રહ્યું છે . 



ઈશ્વરને, પ્રભુને ક્યારેય આપણે પત્ર લખ્યો છે? જ્યારે જ્યારે મન ઉદાસ હોય, મનમાં અનેક મુંઝવણ હોય ત્યારે સલાહ લેવા કોની પાસે જાવ છો? કહેવાય છે પ્રભુ પાસે દરેક સવાલના જવાબ હોય છે..

લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..