લોકો લાઈનમાં લાગે અને AMC ટેન્ડર હવામાં લટકાવી રાખે! કામો અટકાવવામાં કોને રસ?


  • Published By : Admin
  • Published Date : 2024-12-26 17:28:16

RTI કહે છે 48માંથી 25 ટેન્ડર અધ્ધરતાલ!
ડિજીટલાઈઝેશનની વાતો, પણ આજે થશે, કાલે થશે, પ્રક્રીયા ચાલુ છે કહીને લટક્યા કામ!
કામો રોકી રાખવામાં કોને રસ?
શહેરનું હિત કે મલાઈ સાથે દૂધમાં પણ ભાગનો સ્વાર્થ?

જૂનાગઢમાં કબુતર પણ પકડાઈ જાય, અમદાવાદમાં SG Highway પર પણ નજર નહીં?

સરખામણીએ ખુબ નાનું શહેર કહેવાય એવા જૂનાગઢમાં જો કોઈ માણસના કબુતર ખોવાઈ જાય કે લાકડી પણ ચોરાઈ જાય તો એ પોલીસ પાસે જઈને ઉભો રહે તો પોલીસ સીસીટીવીનો સદઉપયોગ કરીને એની તરત મદદ કરી દે છે, પણ અમદાવાદ જેવા રાજ્યના સૌથી મોટા શહેરમાં મોટો એક્સીડેન્ટ થઈ જાય તો ય આપણે કેમેરાના ઠેકાણા નથી પડતા.. શું કામ આપણે ત્યાં સરકારી કામોમાં દરેક વખતે સર્વરથી લઈ કોમ્પ્યુટરના પ્રશ્નો આવે છે કે પછી શું કામ આપણે નાનું કામ જે ઓનલાઈન થઈ જવું જોઈએ એની જગ્યાએ કતારોમાં અટવાવવું પડે છે એનું કારણ એક આરટીઆઈમાં સામે આવ્યું છે..

RTI શું કહે છે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લટકી પટેલા ડિજીટલાઈઝેશનના ટેન્ડરને લઈને કૉંગ્રેસના નેતાએ આરટીઆઈ કરી તો ઉપર પ્રસ્તાવનામાં જેટલા પ્રશ્નો કર્યા જાણે કે એનાં વિગતવાર જવાબ મળી ગયા.. છેલ્લા 3 વર્ષમાં સરકારને ડિજીટલ બનાવવા માટે કરવામાં આવેલા 48 ટેન્ડરમાંથી 25 હજુ ય હવામાં લટકી રહ્યા છે, એમાંથી 5 તો મંજૂર જ નથી થયા અને 20 થશે થશે... પ્રોસેસ ચાલુ છે કહીને વચ્ચે લટકી રહ્યા છે. એક સમયે આખા રાજ્યને ઉદાહરણ પુરુ પાડતુ અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર જાણે ઉંઘમાં કે પછી બધુ બરાબર છે ના ભ્રમમાં જીવી રહ્યું છે. દરેક વાતમાં એકબીજા પર ઢોળી દેવું એ પદ્ધતી બની ગઈ છે. જ્યાં ન્યુસન્સ ચાલતુ હોય એવી જગ્યાઓ પર સીસીટીવી લગાવવાથી લઈ અંડરપાસમાં પાણી ભરાય તો એનું લેવલ મોનિટર કરવા માટે સીસીટીવી લગાવવા જેવા પ્રોજેક્ટ છેલ્લા કેટલાય સમયથી હવામાં લટકી રહ્યા છે. વર્ષ 2024ના ચોમાસામાં અનેક અંડરપાસમાં પાંચ પાંચ દિવસ સુધી પાણી ભરાઈ પડ્યા હતા, આખી વ્યવસ્થા ખોરવાઈ હતી, જનજીવન ખોરંભે ચડ્યુ હતુ અને આવુ કશું થાય એટલે તરત જ ડિજીટલ થઈ જવાના પ્લાનિંગ સાથે નીકળતા ટેન્ડર અચાનક જ કેમ રોકાઈ જાય છે કે પછી પ્રોસેસના નામે ખેંચવામાં આવે છે એનો ચોક્કસ જવાબ નથી, કૉર્પોરેશન સાથે સંકળાયેલા ચહેરાઓ કહે છે કે અધિકારીઓ પહેલા મલાઈનો હિસ્સો માગતા હતા હવે એમને ખાલી મલાઈ નહીં દૂધમાં પણ ભાગ જોઈએ છે, અને એ અપેક્ષા પુરી ના થાય ત્યારે આખી પ્રક્રીયા અટકાવી દે છે. આ રીતે ખોરંભે ચડેલા કામોમાં કોમ્પ્યુટરની ખરીદી, લેઝર પ્રીન્ટરની ખરીદી, અનેક જગ્યાએ સોફ્ટવેર અપડેશન, પ્રોસેસરના ઈન્સ્ટોલેશન જેવા કામોનો સમાવેશ થાય છે... હવે જ્યારે કોઈ પણ જગ્યાએ અટવાવ, અથડાવ, કારણ વગર કામ ખોરંભે ચઢે, નાની વાતોમાં પણ ઓફીસના ધક્કા ખાવા પડે ત્યારે યાદ રાખજો કે ટેન્ડર જેવી બાબતો જેમાં સામાન્ય માણસ એવુ સમજે છે કે એમને શું લેવાદેવા... અંતે આવી અટવાતી પ્રક્રીયાઓ સૌથી મોટુ નુકસાન એનાં લાભાર્થીઓને જ કરે છે... તમને શું લાગે છે આ બધી તકલીફોમાંથી એએમસી તમને ક્યારે મુક્તિ આપશે



ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.