અમેરિકાના આરબોની ગેબ્રિયલ બન્યા મિસ યૂનિવર્સ, ભારતની દિવિતા ન પહોંચી શકી ટોપ ફાઈવમાં


  • Published By :
  • Published Date : 2023-01-15 13:34:53

અમેરિકાના લુઈસિયાના સ્ટેટના ન્યુ ઓર્લેઅંસ શહેરમાં 71મા મિસ યુનિવર્સ પેજેંટનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે મિસ યુનિવર્સ કોણ બનશે. આખરે મિસ યુનિવર્સ 2022નો ખિતાબ યુએસએના આરબોની ગેબ્રિયલે જીત્યો છે. મિસ યુનિવર્સને તાજ પહેરાવા ભારતની હરનાજ સંધૂ સ્ટેજ પર પહોંચ્યા હતા.   

Miss Universe 2022: USA's R'Bonney Gabriel wins

84 કન્ટેસ્ટન્ટે લીધો હતો ભાગ 

છેલ્લા અનેક દિવસોથી 71મા મિસ યુનિવર્સ પેજેંટની ચર્ચાઓ ચાલતી હતી. આ સ્પર્ધામાં 84 કન્ટેસ્ટેંટ્સ હતા અને તેમને હરાવીને  આરબોની ગેબ્રિયલે આ ખિતાબ પોતાને નામ કર્યો છે. યુએસએની આરબોની ગેબ્રિયલ મિસ યુનિવર્સ બન્યા છે. 

मिस यूनिवर्स


ભારતની હરનાજ સંધુએ મિસ યુનિવર્સને સોંપ્યો તાજ 

ક્રાઉનને સોંપવા પૂર્વ મિસ યુનિવર્સ હરનાજ સંધુ પહોંચ્યા હતા. સ્ટેજ પર જઈ હરનાજ ભાવુક થઈ ગયા હતા. હરનાજ પંજાબી ડ્રેસમાં દેખાયા હતા. ટોપ ત્રણ કન્ટેસ્ટેંટ્સની વાત કરીએ તો વેનેજુએલાની અમાંડા ડુડામેલ ન્યુમેન, યુએસથી આરબોની ગેબ્રિયલ અને ડોમિનિકન રિપબ્લિકની અંડ્રીના માર્ટિનેજનો સમાવેશ થાય છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવા દિવિતા રાય ગયા હતા. તેમણે ટોપ સોળમાં જગ્યા બનાવી પરંતુ તેઓ ટોપ ફાઈમાં સ્થાન મેળવી ન શક્યા.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .