અમેરિકાએ આખરે ચાઈનીઝ જાસૂસી બલૂન તોડી પાડ્યું, બંને દેશો વચ્ચે તંગદિલી વધી


  • Published By :
  • Published Date : 2023-02-05 14:34:49

અમેરિકાએ એક ચાઈનીઝ જાસુસી બલૂનને તોડી પાડ્યું છે. આ ચાઈનીઝ બલુન અમેરિકાની જમીન પર ઉડી રહ્યું હતું. અમેરિકાના મિસાઈલ હુમલા બાદ તે બલુન ટુકડા થઈ એટલાન્ટિક મહાસાગરમાં પડ્યું હતું. અમેરિકાની એરફોર્સે આ જાસૂસી બલૂનને મિસાઈલ વડે નષ્ટ કરી દીધું હતું આ બલુનનો એક તેનો વીડિયો હવે સામે આવ્યો છે. આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અમેરિકાએ તે બલૂનને તોડી પાડ્યું હતું. અમેરિકાના આ પગલાથી ચીન લાલઘુમ થઈ ગયું છે. 


ચાઈનીઝ બલુન જોવા મળતા હડકંપ


બુધવાર 1 ફેબ્રુઆરીએ પશ્ચિમી અમેરિકાના રાજ્ય મોન્ટાનામાં એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું હતું. જેના કારણે પેન્ટાગોન સુધી સનસનાટી ફેલાઈ ગઈ હતી. અમેરિકાનો સૌથી મોટો દુશ્મન તેના એરસ્પેસમાં જાસૂસી કરી રહ્યો હતો પરંતુ પછી શૂટડાઉન સરળ ન હતું કારણ કે ચીનના ઉડતા જાસૂસ પાસે ભારે સેન્સર અને જાસુસીના ઉપકરણો હતા. જો તેને તોડી પાડવામાં આવે તો તે બલૂનનો ભંગાર વિનાશનું કારણ બની શકે તેથી અમેરિકાએ પહેલા યોગ્ય તકની રાહ જોઈ હતી. જ્યારે ચીનનું એરિયલ જાસૂસ એટલાન્ટિકની નજીક પહોંચ્યું ત્યારે અમેરિકન મિસાઈલે પોતાનું કામ પૂરું કર્યું. 


AIM-9X મિસાઈલનો ઉપયોગ કર્યો


અમેરિકાએ  આ ચાઈનીઝ બલુનને તોડી પાડવા માટે એક AIM-9X સુપરસોનિક હીટ સીકિંગ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.જમીનથી 58 હજાર ફૂટની ઉંચાઈ પર એક F-22 રેપ્ટર ફાઈટર વિમાનની મિસાઈલનો દરવાજો ખોલતાની સાથે જ AIM-9 સાઇડવિન્ડર એર ટુ એર મિસાઈલ બહાર આવી. આ મિસાઈલે લગભગ 60 હજાર ફીટની ઊંચાઈએ ફરતા ચીનના એરિયલ જાસૂસી બલુનને તોડી નાખ્યું હતું. 


બલૂનનો કાટમાળ 7 માઈલ સુધી ફેલાયો


અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે એટલાન્ટિક મહાસાગર તટે લગભગ છ નોટિકલ માઇલ દૂર પ્રમાણમાં છીછરા પાણીમાં બલૂન નીચે લાવવામાં આવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે આગામી દિવસોમાં ચાઈનીઝ સર્વેલન્સ ઈક્વિપમેન્ટના ટુકડા શોધવા અને તેનું વિશ્લેષણ કરવાનું કામ શરૂ કરવામાં આવશે. અમેરિકી સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ચીનના બલૂનનો કાટમાળ સમુદ્રના સાત માઈલ સુધી ફેલાયેલો હતો. તેની શોધખોળ માટે ઘણા યુએસ લશ્કરી જહાજો પહેલેથી જ સ્થળ પર તૈનાત છે.


એરશીપ તોડી પાડતા ચીન લાલઘુમ


અમેરિકીમાં તેના એરશીપના તોડી પાડતા ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. ચીને કહ્યું કે અમેરિકાની આ કાર્યવાહી એક રાજકીય સ્ટંટ સિવાય બીજું કંઈ નથી. જરૂર પડ્યે અમે યોગ્ય જવાબ આપીશું. ચીનના આ નિવેદનથી બંને દેશોના સંબંધોમાં તણાવ વધુ વધી ગયો છે. આના થોડા દિવસો પહેલા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચીનનો બલૂન અમેરિકા સુધી પહોંચવાના કારણે ચીનનો પ્રવાસ રદ્દ કર્યો હતો. જો કે, ચીને દાવો કર્યો હતો કે તે એક નાગરિક એરશીપ છે જે જોરદાર પવનને કારણે અમેરિકા તરફ જતું રહ્યું હતું. જોકે અમેરિકી અધિકારીઓએ ચીનના આ દાવાને ફગાવી દીધો હતો.  



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.