યુએસ અને ચાઈનામાં થઈ રહેલી એઆઈ ક્રાંતિ વચ્ચે ભારતે શું કરવું જોઈએ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-17 15:25:02

૨૦૨૫ના વર્ષમાં જો કોઈ શબ્દનું સૌથી વધારે ચલણ છે તો તે છે "AI - આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ" . ચાઇના અને યુએસ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા છે . યુએસના ચેટ જીપીટીને જો કોઈએ ચેલેન્જ આપી હોય તો તે ચાઇનાનું ડીપસીક મોડલ છે. ઈઝરાઈલના પ્રોફેસર યુવાલ નોઆ હરારીએ  દુનિયાને એઆઈને લઇને એક ચેતવણી ઉચ્ચારી છે .  આવનારા પાંચ વર્ષમાં એક નવી ટેક્નોલોજી જેનું નામ છે એઆઈ સમગ્ર દુનિયાને અચંબિત કરી દેશે કેમ કે દુનિયાની મોટી મોટી ટેક્નોલોજી કંપનીઓ તેને એડવાન્સ બનાવવા રોકાણ કરી રહી છે . હાલમાં જ યુએસમાં "સ્ટારગેટ" નામના પ્રોજેક્ટને અમલમાં મુકવામાં આવ્યો છે . આ "સ્ટારગેટ" પ્રોજેક્ટમાં ઓપન એઆઈ , સોફ્ટબેન્ક , માઇક્રોસોફ્ટ , ઓરેકલ , એમજીએકસ અને નાવીડીઆએ  આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સના ઇન્ફ્રાસ્ટ્રચરના વિકાસ માટે ૫૦૦ બિલિયન ડોલર ખર્ચવાનું  નક્કી કર્યું છે . આ પૈસાથી તેઓ અમેરિકામાં ડેટા સેન્ટરમાં વધારો કરવા માંગે છે .   આ ૫૦૦ બિલિયન ડોલરમાં કેટલા મીંડા આવશે તે ગણવા પણ અઘરા પડે તેમ છે . પરંતુ અમેરિકાની આ મલ્ટીનેશનલ કમ્પનીઓની ખુશી બઉ સમય સુધી ના ટકી જયારે ચાઈનાની  ડીપસીક નામની કંપનીએ પોતાનું સસ્તું અને સરળ એઆઈ મોડલ લોન્ચ કર્યું . જેનાથી સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો . 

OpenAI เปิดตัว Stargate Project โครงการใหญ่ที่ลงทุน 16 ล้านล้านบาทใน 4 ปี |  Techsauce

આ બાદ ભારતમાં પણ પોતાનું એઆઈ મોડલ બનાવવાની માંગે જોર પકડ્યું . તો હવે જાણીએ કે કેમ પોતાનું એઆઈ મોડલ જરૂરી છે જયારે ચેટજીપીટી , ગુગલનું જેમીનાઈ , માઈક્રોસોફ્ટનું કોપાયલટ તો હિન્દીમાં વાત કરે જ છે . તો આ પાછળની ટેક્નિકાલિટીને સમજાવી પડશે . આ જેટલા પણ ચેટબોટ્સ છે તે બધા એલએલએમ એટલેકે , લાર્જ લેન્ગવેજ મોડલ્સ પર કામ કરે છે . આ એલએલએમને ટ્રેઈન કરવા પડે છે તેનો મતલબ કે તેમને ઘણાબધા શબ્દો અને રૂઢિપ્રયોગ આપવા પડે છે. તેનાથી તેમને વાક્યનો અર્થ ખબર પડે અને તેમણે કઈ રીતે જવાબ આપવા પડે તેની પ્રોપર ટ્રેનિંગ મળે . જયારે એલએલએમ મોડલ્સ આ બધું શીખી જાય છે ત્યારે આપણને એવું લાગે છે કે , આ કોઈ માણસ વાત કરી રહ્યું છે આ  કોઈ મશીન નથી . આ રીતે આપણે ચેટબોટને કોઈ પણ ભાષા શીખવાડી શકીએ છીએ , અંગ્રેજી , સ્પેનિશ , ગુજરાતી ઉપરાંત ભારત અને દુનિયાની તમામ ભાષાઓ . પરંતુ આ સહેલું નથી એલએલએમ મોડલસને પ્રોપર રીતે ટ્રેઇનિંગ ના આપવામાં આવી તો તે ખોટા જવાબો પણ આપી શકે છે . તો હવે જોઈએ કે , ભારતમાં કઈ કઈ કંપનીઓ એઆઈનો વિકાસ કરવા પાછળ લાગેલી છે? સર્વપ્રથમ વાત કરીએ કે , ભારતજેનની તો તેનું ફંડિંગ ભારત સરકાર દ્વારા થાય  છે. તેનો મુખ્ય હેતુ કમ્પ્યુટર , સ્પીચ અને  ભાષા આધારિત ફાઉન્ડેશનલ મોડલ ડેવલપ કરવાનો છે . તે ૧૩ ભારતીય ભાષા આધારિત હશે . વાત કરીએ  અન્ય AI સ્ટાર્ટઅપ્સની તો તેમાં , સર્વમ ૧ , કૃત્રિમ , ભારત જીપીટી , એવરેસ્ટનો સમાવેશ થાય છે . વર્તમાનમાં ભારતમાં ૨૩૦ જેટલા એઆઈ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે . આ ક્ષેત્રે ભારતમાં ૭૦ કરોડ રોકાયેલા છે . 

Private Large Language Models: Advancing AI in Life Sciences

ભારત સરકારે  હાલમાં જ ઇન્ડિયાએઆઈ મિશન લોન્ચ કર્યું  છે જેનાથી ભારતીય કંપનીઓને એઆઈના રિસર્ચમાં મદદ મળી શકે . એઆઈ ક્ષેત્રે ભારત સરકારે ૧૦,૩૭૧ કરોડ ફાળવ્યા છે . આ પૈસાથી ભારતીય કંપનીઓને ૧૦,૦૦૦ જીપીયુસ ખરીદવામાં અને ડેટા સેન્ટર સેટ કરવામાં મદદ મળશે . વૈશ્વિક રીતે જીપીયુનો એક કલાક ઉપયોગ કરવાનો ખર્ચો ૨.૫થી ૩ ડોલરનો હોય છે . જયારે ભારત સરકાર આ માટે ૪૦ ટકા સબસીડી આપીને માત્ર ૧ ડોલરમાં જીપીયુ આપણા  સ્ટાર્ટઅપ્સને ઉપલબ્ધ કરાવડાવશે . વાત કરીએ ડીપસીકની તો , ચાઈનાએ તેને લોન્ચ કરીને સમગ્ર દુનિયાને અચંબિત કરી નાખી છે કેમ કે , તે ખુબ ઓછા જીપીયુનો ઉપયોગ કરીને સસ્તા દરે તેને બનાવવામાં આવ્યું છે . ભારતે આ ડીપસીક મુવમેન્ટનો ઉપયોગ કરીને પોતાનું પણ એક એઆઈનું ફાઉન્ડેશનલ મોડલ વિકસિત કરવું જોઈએ. 

INDIAai - Wikipedia

ઇઝરાયલના ખુબ પ્રખ્યાત પ્રોફેસર  યુવાલ નોઆ હરારીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે કહ્યું છે કે , " આપણી પાસે આવનારા સમયમાં પેહલા કરતા વધારે અસમાનતા હશે કેમ કે , એઆઈ ક્ષેત્રે ક્રાંતિ માત્ર યુએસ અને ચાઈનામાં થઇ રહી છે . બીજા ઘણા દેશો એઆઈ ક્ષેત્રે પાછળ છે . એટલે જેમ ૧૯મી સદીમાં ઔધ્યોગીક ક્રાંતિ માત્ર બ્રિટેન , ફ્રાન્સ અને જાપાનમાં થઈને તેના પછી દુનિયાના બીજા ભાગોનું કાચા માલ અને શ્રમિકો માટે શોષણ થયું અને ગુલામ બન્યા તેમ આ યુએસ અને ચાઈનામાં થઇ રહેલી એઆઈ ક્રાંતિથી ૨૧મી સદીમાં નવી ગુલામીનું જોખમ છે." અહીં એક વાત ચોક્કસ છે કે , ભારતે પ્રોફેસર યુવાલ નોઆ હેરારીની વાત પર ધ્યાન દોરવું જોઈએ . 

About - Yuval Noah Harari

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને ફ્રાન્સના પેરિસ ખાતે યોજાયેલી એઆઈ એક્શન સમિટના સંબોધનમાં એઆઈ ટેક્નોલોજીના લોકતાંત્રીકરણ કરવા પર ભાર મુક્યો સાથે જ આ નવા એઆઈ મોડલ ઓપન સોર્સ અને બધા જ બાયસથી મુક્ત કરવાની તરફેણ કરી હતી .

Key takeaways from PM Narendra Modi's address at AI Paris Summit - The  Economic Times



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી