સાબરકાંઠામાં ચાલતા વિવાદ વચ્ચે સમજો Sabarkanthaના સમીકરણોને.. એવી બેઠક જ્યાં ભાજપે બદલ્યા ઉમેદવાર અને થઈ ગયો ડખો!


  • Published By :
  • Published Date : 2024-03-26 16:38:28

થોડા દિવસથી બે લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી છે. એક છે સાબરકાંઠા લોકસભા બેઠક અને બીજી છે વડોદરા બેઠક. આ બંને બેઠકો પર જાહેર કરવામાં આવેલા ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી. ભાજપ દ્વારા બંને ઉમેદવારોની બદલી કરવામાં આવી છે અને નવા ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા. સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરના સમર્થકોએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આજે જાણીએ સાબરકાંઠા લોકસભા બેઠકની વિશે વિસ્તારમાં.


     

સાબરકાંઠા લોકસભા બેઠકમાં આવે છે આ વિધાનસભા સીટો

સાબરકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 2009થી BJPનો ગઢ છે. 2009માં મહેદ્રસિંહ ચૌહાણ, આ પછી 2014થી દીપસિંહ રાઠોડ સાંસદ છે. વાત કરીએ સામાજિક સમીકરણોની તો, આ બેઠક પર આદિવાસી, દલિત, ઠાકોર મતો નિર્ણાયક બને છે . આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ, હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતીજ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં ખેડબ્રહ્મા કોંગ્રેસના ખાતામાં, બાયડ પરથી ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવાર જીત્યા હતા . બાકીની બધી બેઠકો BJPના ખાતામાં ગઈ હતી . 


બીજેપીએ આમને બનાવ્યા ઉમેદવાર તો કોંગ્રેસના આ છે ઉમેદવાર 

ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોને લઈ વાત કરી BJPએ પહેલા ઉમેદવારી ભીખાજી ઠાકોરને આપી હતી પરંતુ પાર્ટીને ઉમેદવાર બદલવા પડ્યા. ભીખાજીની બદલીમાં શોભનાબેન બારૈયાને ટિકીટ અપાઈ છે. સામે કોંગ્રેસે હાલના ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. તેઓ ગુજરાતના પ્રથમ આદિવાસી CM અમરસિંહ ચૌધરીના પુત્ર છે. ત્યારે જોવું રહ્યું કે સાબકાંઠાના મતદાતાઓ કોને સંસદમાં મોકલે છે?  



ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.