મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે અમિત શાહે કરી પ્રેસ કોન્ફરન્સ, આ મામલે CBI કરશે તપાસ, સરકારે વળતર ચૂકવવાની કરી જાહેરાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-01 13:15:23

મણિપુર હિંસા ભડકી રહ્યું છે. અનેક લોકોએ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિસ્થિતિને કાબુમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી ચાર દિવસના પ્રવાસે આવેલા અમિત શાહનો આજે મણિપુરમાં છેલ્લો દિવસ છે. મણિપુરની હિંસાને લઈ અમિત શાહે નિવેદન આપ્યું હતું કે મણિપુર હિંસા ગેરસમજને કારણે થઈ હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે મણિપુર હિંસા અંગે તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં બનેલી કમિશન હિંસા મામલે તપાસ કરશે. જો કોઈ વ્યક્તિ પાસેથી હથિયાર મળી આવશે તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.  

           

મણિપુરના પ્રવાસે અમિત શાહ!

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા થઈ રહી છે. એક મહિનાથી હિંસા ભડકી રહી છે. વાહનોમાં આગ લગાવવામાં આવી હતી. ઉપરાંત હિંસા એટલી વધી ગઈ હતી કે મામલાને શાંત કરવા કડક કાર્યવાહી કરાઈ. કર્ફ્યુ તેમજ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. ઓલિમ્પિક મેડલ વિજેતાઓએ આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. રાજ્યમાં વહેલી તકે શાંતિ સ્થાપવામાં આવે તેવી દરખ્વાસ્ત કરી હતી.  ત્યારે વધતી હિંસાને જોતા મણિપુરના પ્રવાસે અમિત શાહ ગયા હતા.  આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે.

 

પાંચ લાખ સહાય ચૂકવવાની કરાઈ જાહેરાત!

શાહે બુધવારે ઈમ્ફાઈલમાં આવેલી એક રાહત શિબિરની મુલાકાત લીધી હતી. ત્યાં અમિત શાહે કીધું હતું કે મણિપુરમાં ટૂંક સમયમાં શાંતિ પુનસ્થાપિત થશે. તે સિવાય 29મેના રોજ અમિત શાહે મુખ્યમંત્રી એન.બિરેન.સિંહ, મંત્રીઓ તેમજ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ મામલે ચર્ચા કરી હતી. ત્યારે ગુરૂવારે તેમણે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાના સંબોધનમાં આ મામલે તપાસ માટે કમિટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તે સિવાય અમિત શાહે કહ્યું કે હિંસામાં માર્યા ગયેલા લોકોને મણિપુર સરકાર 5 લાખ અને કેન્દ્ર સરકાર 5 લાખની સહાય આપશે. સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે અને આવતીકાલથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.      

અમિત શાહ બુધવારે મ્યાનમાર બોર્ડર પર આવેલા મોરેહ શહેરમાં પહોંચ્યા હતા અને સુરક્ષાદળો પાસેથી સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.




ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.