'અરે ટ્વિટર માલિક ભૈયા'... અમિતાભ બચ્ચને હાથ જોડીને એલોન મસ્કને શું કહ્યું?, જાણો


  • Published By :
  • Published Date : 2023-04-20 21:17:43

ટ્વિટર છેલ્લા એક વર્ષથી સતત સમાચારોમાં રહ્યું છે, પછી તે એલોન મસ્ક દ્વારા કંપનીને ખરીદના અંગે હોય કે, પછી યુઝર્સનું બ્લૂ ટિક હટાવવામાં આવ્યું હોય. જો કે હવે  બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટરના માલિક એલોન મસ્કને એક અનોખી વિનંતી કરી છે જે કારણે તે આજકાલ ચર્ચામાં છે. અમિતાભ બચ્ચનનું આ ટ્વીટ ઈન્ટરનેટ પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે અને તે તમામ પ્રકારની પોસ્ટ કરવા ઉપરાંત તેમણે જાતે લખેલી રચનાઓ પણ પોસ્ટ કરતા રહે છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે