અમિતાભે પણ દેશમાં નાગરિક સ્વતંત્રતા અને ફ્રિડમ ઓફ સ્પિચ પર ઉઠાવ્યા સવાલો, મમતાએ કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2022-12-16 12:06:38

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અમિતાભ બચ્ચનના એક નિવેદને વિવાદ સર્જ્યો છે. અમિતાભ બચ્ચન કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે દેશની આઝાદીને આટલા વર્ષો વિતી ગયા હોવા છતાં આજે પણ નાગરિક સ્વતંત્રતા અને ફ્રિડમ ઓફ સ્પિચ પર સવાલો ઉઠાવવામાં આવે છે. 


અમિતાભ બચ્ચને શું કહ્યું?


સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 28માં કોલકાતા આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવ (KIFF)નું ઉદઘાટન કર્યા બાદ પ્રાસંગિક પ્રવચન કરતા દિગ્ગજ ફિલ્મ અભિનેતાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે કહ્યું હતું કે, "આજે પણ નાગરિકોની સ્વતંત્રતા પર પ્રશ્નો ઉભા થાય છે." મને ખાતરી છે કે મંચ પરના મારા સાથીદારો પણ આ બાબતથી સંમત થશે કે નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હજુ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે." સામાન્ય રીતે રાજકીય વિવાદોથી દુર રહેતા અમિતાભ બચ્ચનના આ નિવેદને દેશભરમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. અમિતાભ બચ્ચને ફિલ્મ પઠાણના વિવાદને લઈ કહ્યું હતું કે દર્શકોએ શું જોવું તે તેમની મરજીની બાબત છે. આપણે દર્શકોને હળવાશથી ન લઈ શકીએ. દર્શકો પાસે તમામ પ્રકારનું કન્ટેન્ટ હોય છે. 



મમતા બેનર્જીએ પણ કરી અમિતાભની પ્રશંસા


આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અમિતાભની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે અમિતાભની પ્રશંસા કરતા કહ્યું કે અમિતાભે એવી વાત કહી જે કોઈ કહી શકે નહીં અને આવું બોલવા માટે પણ હિંમત જોઈએ. આ પ્રસંગે મમતાએ અમિતાભને ભારત રત્ન આપવાની માગ કરતા  કહ્યું કે તેમણે ભારતીય સિનેમા માટે લાંબા સમય સુધી યોગદાન આપ્યું છે તેથી બંગાળ તેમને ભારત રત્ન આપવાની માગ કરશે.


ભાજપે આપી પ્રતિક્રિયા


અમિતાભ બચ્ચનના આ નિવેદનને લઈ ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું છે કે અમિતાભના શબ્દો બંગાળ સિવાય અન્ય કોઈ જગ્યા માટે વધુ સચોટ હોઈ શકે નહીં, કારણ કે તેમણે એવી જગ્યાએ સ્વતંત્રતાની વાત કરી છે જ્યાં ચૂંટણી પછી સૌથી વધુ રક્તપાત અને હિંસા થઈ હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે