બાઈક સવારી ફોટા પર ટ્રોલ થયા બાદ અમિતાભ બચ્ચને આપ્યો ખુલાસો! બિગ બીએ કહ્યું 'હું ફક્ત મસ્તી કરી રહ્યો હતો!'


  • Published By :
  • Published Date : 2023-05-17 13:19:44

થોડા દિવસ પહેલા અમિતાભ બચ્ચને બાઈક પર સવારી કરતો એક ફોટો શેર કર્યો હતો. ટ્રાફિકથી બચવા માટે અજાણ વ્યક્તિની મદદ લઈ રહ્યા છે તેવી એક તસવીર શેર કરી હતી. તેમના અનેક ચાહકોને  એ તસવીર ગમી હતી જ્યારે અનેક લોકોએ હેલમેટ ન પહેર્યું હોવાની ફરિયાદ કરી હતી. વિવાદ વધતો જોતા આ મામલે અમિતાભ બચ્ચને સ્પષ્ટતા આપી છે. પોતાના બ્લોગ પર આ મામલે વિસ્તારથી લખ્યું છે અને તેમાં તેમણે કહ્યું કે તે ફક્ત મસ્તી કરી રહ્યા હતા.

 


સોશિયલ મીડિયા પર બાઈક પર સવારી કરતો ફોટો કર્યો હતો શેર!      

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહેતા હોય છે. અનેક પોસ્ટ શેર કરતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે એક ફોટો શેર કર્યો હતો જેમાં તે બાઈક સવારી કરી રહ્યા હતા. ફોટો શેર કરતા તેમણે બાઈક ચાલકને ધન્યવાદ કહ્યું હતું. તેમણે લખ્યું હતું સમયસર સેટ પર પહોંચવા માટે તેમણે બાઈક પર લિફટ લીધી હતી. પરંતુ આ ફોટાને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. હેલમેટ ન પહેર્યું હોવાને કારણે લોકો તેમની આલોચના કરી રહ્યા હતા. ટ્રાફિક રૂલ ફોલો કરવા લોકો તેમને કહી રહ્યા હતા.


ટ્રોલ થતાં અમિતાભ બચ્ચને આપ્યું સ્પષ્ટીકરણ!

સોશિયલ મીડિયા પર તેમની તસવીર ખુબ વાયરલ થઈ રહી હતી. ટ્રોલ પણ થઈ રહ્યા હતા ત્યારે સ્થિતિની ગંભીરતાને જોતા તેમણે આ ફોટાને લઈ પોતાના બ્લોગમાં સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે જે મેં કપડા પહેર્યા છે તે ફિલ્મ માટેનો કોસ્ટ્યુમ છે. બાઈક પર બેસી માત્ર ટાઈમ પાસ કરી રહ્યો છું, જે એક ક્રૂ મેમ્બર છે. ક્યાંય જઈ નથી રહ્યો, માત્ર ક્યાંક જઈ રહ્યો છું ત બતાવી રહ્યો છું કે ટાઈમ બચાવા બાઈકની લીફ્ટ લીધી હતી. 


હેલમેટ પહેરવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની કહી વાત!

ખુલાસો આપતા કહ્યું કે જો મારે ક્યાંય સમયથી પહોંચવું હશે તો હું ખરેખર આનો સહારો લઈશ. અને હેલમેટ પણ પહેરીશ અને ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. ફેન્સનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. બિગ બીએ કહ્યું તમારા લોકોનો આભાર કે મારી આટલી ચિંતા કરી અને મને ટ્રોલ કર્યો. અને સોરી જે લોકોને લાગ્યું કે મેં ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે અને કંઈક ખોટું કર્યું છે. તમારા બધાને મારો પ્રેમ...       



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .