દિલ્હીમાં ફરી બની કાંઝાવાલા જેવી ઘટના, ગાડીએ અનેક મીટર સુધી યુવકને ઘસેડ્યો


  • Published By :
  • Published Date : 2023-01-28 09:50:44

દિલ્હીમાં એક તરફ કંઝાવાલા કેસની ચર્ચાઓ સમાપ્ત નથી થઈ ત્યારે આવી જ ઘટના ફરી એક વખત દિલ્હીમાં બની છે. અકસ્માતને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. રાજધાની દિલ્હીથી એક હિટ એન્ડ રન કેસ સામે આવ્યો છે જેમાં એક્સિડન્ટ કર્યા બાદ અનેક મીટરો સુધી ઘસેડ્યો હતો. પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે.

 


ગાડીએ 350 મીટર સુધી ઘસેડ્યો 

અકસ્માતોની સંખ્યામાં તો વધારો થઈ રહ્યો છે પરંતુ અકસ્માત સર્જયા બાદ ઘસેડવાના કિસ્સાઓ શાંત નથી થઈ રહ્યા. એક બાદ એક આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા કંઝાવાલા ઘટના સામે આવી હતી જેમાં એક છોકરી અનેક કિલોમીટર સુધી ઘસેડાઈ હતી. ત્યારે ફરી એક વખત આવી ઘટના સામે આવી છે. 350 મીટર સુધી અકસ્માત બાદ વ્યક્તિને ઘસેડ્યો જેને કારણે તેનું મોત થયું છે. 


કેવી રીતે બની ઘટના?

આ ઘટના લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી. કેશવપુરમ પોલીસ સ્ટેશનની પીસીઆર વાન પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે પોલીસે કનૈયા નગર વિસ્તારમાં ટાટા જેસ્ટ કાર અને સ્કુટી વચ્ચે ટક્કર થઈ હતી. સ્કુટી પર બે યુવકો બેઠા હતા અને અકસ્માત થયા બાદ એખ યુવક હવામાં ઉછળીને કારની છત પર પડી ગતો જ્યારે બીજો યુવક ગાડીના વિન્કસ્ક્રીન અને બોનેટ વચ્ચે ફસાઈ ગયો. અકસ્માત સર્જયા બાદ ગાડી રોકવાની બદલે કારને ભગાડી. કારની નીચે ફસાયેલો વ્યક્તિ પણ ગાડીની સાથે ઘસેડાતો ગયો હતો. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક વ્યક્તિને મૃત જાહેર કરી દેવામાં આવ્યો જ્યારે બીજા વ્યક્તિની હાલત ગંભીર છે.    

પોલીસે આરોપીની કરી ધરપકડ  

ગુરૂવાર-શુક્રવારની રાત્રે એક કારે સ્કુટીને ટક્કર મારી જેને કારણે બે લોકો રસ્તા પર પડી ગયા હતા. એક વ્યક્તિનું માથું ગાડીના બોનેટમાં ફસાઈ ગયું હતું. આ બાદ ગાડીએ એ વ્યક્તિને અંદાજીત 350 મીટર સુધી ઘસેડ્યો. જેને કારણે તેનું મોત થઈ ગયું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આ ઘટનાને ધ્યાનમાં રાખી પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. જાન્યુઆરી મહિનામાં જ અંજલી નામની છોકરી સાથે આવી ઘટના બની હતી જેમાં તેને 12-13 કિલોમીટર સુધી ઘસેડી હતી. ફરી આવી ઘટના દિલ્હીમાં બની છે. આવી જ ઘટના થોડા સમય પહેલા ગુજરાતના સુરતમાં  પણ બની છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.