બાહુબલી આનંદ મોહનને જેલ મુક્ત કરવા મામલે નિતીશ સરકારને સુપ્રીમે ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-05-08 16:27:53

બિહારના બાહુબલી અને પૂર્વ સાંસદ આનંદ મોહનની જેલ મુક્તિના વિરોધમાં આજે સુપ્રીમ કોર્ટે બિહાર સરકાર અને આનંદ મોહનને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોર્ટે આ મામલે બે સપ્તાહમાં જવાબ રજુ કરવાની સુચના આપી છે. તે ઉપરાંત મુક્તિ સાથે સંકળાયેલા રેકોર્ડ પણ આપવાનું પણ કહ્યું છે. જસ્ટીસ સુર્યકાંત અને જસ્ટીસ જે કે મહેશ્વરીની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. 


દિવંગત IAS જી કૃષ્ણૈય્યાની પત્નીએ કરી છે અરજી


આનંદ મોહન સામે કોર્ટમાં દિવંગત IAS અધિકારી જી કૃષ્ણૈય્યાની પત્ની ઉમા દેવીએ અરજી કરી હતી. તેમની અરજીમાં ઉમા દેવીએ 3 મેના રોજ બિહાર સરકારે કાયદામાં સુધારો કર્યો તેને સુપ્રીમમાં પડકાર્યો છે. ઉમા દેવીનો આરોપ છે કે જ્યારે આનંદ મોહનને આજીવન કારાવાસની સજા થઈ છે તો પછી તે તેમને માત્ર 15 વર્ષમાં જ જેલ મુક્ત કઈ રીતે કરવામાં આવ્યા. તેમણે આ મામલે સર્વોચ્ચ અદાલતને ગંભીરતાથી વિચાર કરવાની વિનંતી કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


બિહાર સરકારે 10મી એપ્રિલે બિહાર જેલ મેન્યુઅલ 2012માં ફેરફાર કર્યો હતો. આ અંતર્ગત ફરજ પરના સરકારી કર્મચારીની હત્યાને પણ સામાન્ય હત્યાની જેમ જ બનાવી દેવામાં આવી હતી. અગાઉ એવી જોગવાઈ હતી કે ફરજ પર તૈનાત સરકારી કર્મચારીના હત્યારાઓને જેલમુક્ત કરવામાં આવશે નહીં. કાયદામાં સુધારો કરાયા બાદ આનંદ મોહનની જેલમાંથી છૂટવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. આ પછી 27 એપ્રિલે આનંદ મોહનને સહરસા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આનંદ મોહનની મુક્તિ પર વિરોધ પક્ષોએ પણ કોઈ વિરોધ કર્યો ન હતો. નિયમોમાં ફેરફારને લઈને પટના હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરવામાં આવી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે