Anant Ambani - Radhika Merchantના લગ્નની કંકોત્રીનો વીડિયો આવ્યો સામે, કંકોત્રી એટલી અદ્ભૂત છે જે જોઈ તમે પણ કહેશો કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-27 16:15:50

લગ્ન પ્રસંગ માટે આવતા ઈન્વિટેશન કાર્ડ તો તમે અનેક જોયા હશે.. પરંતુ અમુક ઈન્વિટેશન કાર્ડ એટલા ભવ્ય હોય કે હંમેશા માટે યાદ રહી જાય.. અને એમાં પણ જો પ્રસંગ અંબાણી પરિવારનો હોય તો પછી કહેવું જ શું? ઈન્વિટેશન કાર્ડથી લઈને પ્રિ-વેડિંગ અને બધા ફંક્શન કલ્પના બહારના જ હોય 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન છે.

કાર્ડ આપવાની શરૂઆત થઈ ગઈ છે..! 

અંબાણી પરિવારનો કોઈ પ્રસંગ હોય તે ખૂબ ધામધૂમથી થતો હોય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ  હોય કે પછી લગ્નની કંકોત્રી હોય તેમની બધી જ વસ્તુ જ હમેશા ચર્ચામાં રહેતી હોય છે. અંબાણી પરિવારમાં થોડા દિવસો બાદ શરણાઈ વાગવાની છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના કાર્ડ અને આમંત્રણ આપવાની શરૂઆત કરી દીધી છે. 




લગ્ન પહેલા બે પ્રિવેડિંગ યોજાયા...!

જે લગ્નનું પ્રીવેડિંગ આટલું ભવ્ય હતું એ લગ્ન કેટલા ભવ્ય હશે એ વિચારો.. આ ભવ્ય ઉજવણીને લઈને ઘણી હાઈપ બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે અનંત અને રાધિકા મર્ચન્ટે લગ્ન પહેલા બે પ્રી-વેડિંગ ફેસ્ટિવલ કર્યા હતા. અને હવે  પરિવારના સભ્યો પોતે VVIP ગેસ્ટને કાર્ડ આપવા જઈ રહ્યા છે અને એ કાર્ડ પણ ખૂબ ખાસ છે.. 


આમંત્રણ પત્રિકાની અંદર મૂકવામાં આવી ભગવાનની પ્રતિમા

કાર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને બધાના આકર્ષણનું કેન્દ્ર પણ છે. કારણ કે લગ્નનું આમંત્રણ એક ખાસ બોક્સમાં છે તેને ખોલતાં જ ભગવાનના દર્શન થાય છે. અંદર ભગવાનની 4 નાની મૂર્તિઓ છે. જે ચાંદી અને સોનાની બનેલી છે તેની નીચે એક સોનેરી રંગનું કાર્ડ મૂકવામાં આવ્યું છે, જે ભવ્ય ગેટ જેવું બનાવ્યું છે. જે ખોલીએ એટલે , ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાથી શણગારેલી ભવ્ય પ્રતિમ દેખાય છે.. કોઈ પણ માણસ આ વેડિંગ ઇન્વિટેશન કાર્ડ જુએ તો એની આંખો અંજાઈ જાય. 



12 જુલાઈએ યોજાવાના છે અનંત અને રાધિકાના લગ્ન 

અત્યાર સુધીમાં આ કંકોતરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, તથા બોલિવૂડ સ્ટાર્સ સલમાન ખાન અને અજય દેવગણને પહોંચી ચૂકી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાશે. બંનેના લગ્ન મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે અને દેશ-વિદેશના પ્રખ્યાત લોકો તેમના લગ્નના સાક્ષી બનશે. પ્રી-વેડિંગ ફંક્શનની જેમ લગ્નની વિધિ પણ ભવ્ય હશે. ત્યારે તમારૂં આ કાર્ડને લઈ શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.