પાકિસ્તાનને વધુ એક ઝટકો, ગુમાવી શકે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની, PCBએ ICCને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-11-27 22:55:20

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે, એશિયા કપ બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાથમાંથી જઈ શકે છે. વર્ષ 2025 માં યોજાનાર ચેમ્પિયન ટ્રોફીનું યજમાન પદ પાકિસ્તાન પાસે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાવાની છે, પરંતુ હજુ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ યજમાની કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.એશિયા કપનું આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીસીબી દ્વારા હાઇબ્રીડ મોડલ પર કરવામાં આવ્યું હતું. તે સમયે તેના ગ્રાઉન્ડ ઉપર 17માંથી ચાર મેચ રમાઈ હતી અને 13 મેચ શ્રીલંકામાં રમાઈ હતી. ત્યારબાદ હવે ચેમ્પિયન ટ્રોફી સાથે પણ કંઈક આવું જ થવા જઈ રહ્યું છે ટુર્નામેન્ટની યજમાનની પાકિસ્તાન પાસેથી છીનવાઇ જાય તો નવાઈ નહીં! અથવા હાઇબ્રીડ મોડલ પર આયોજિત કરવામાં આવી શકે છે.


PCBનું ICC ઉપર કરાર પર હસ્તાક્ષર માટે દબાણ


PCBએ આઈસીસીને આ કરાર પર વહેલી તકે હસ્તાક્ષર કરવા કહ્યું છે. પાકિસ્તાનને ડર છે કે એશિયા કપ 2023ની જેમ BCCI ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી શકે છે.  PCBએ ICCને એમ પણ કહ્યું છે કે જો બીસીસીઆઈ કોઈપણ કારણોસર તેમના દેશમાં જવાનો ઈન્કાર કરે છે તો  PCBને આ માટે વળતર મેળવું જોઈએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાત કરવામાં આવે તો ટુર્નામેન્ટનું આયોજન UAEમાં થઈ શકે છે અને જો પાકિસ્તાન આ મામલે વાંધો ઉઠાવે છે તો તેને હાઇબ્રીડ મોડલ હેઠળ આયોજન કરવું પડે તેવું જણાઈ રહ્યું છે  મહત્વનું છે કે BCCI પોતાની ટીમ પાકિસ્તાન રમવા માટે મોકલવા માટે રાજી ન થતું હોવાથી તેણે એશિયા કપમાં પણ આવું જ કર્યું હતું. હવે બોર્ડ ચેમ્પિયન ટ્રોફી માટે પણ પોતાના નિર્ણય પર અડગ હોવાથી હવે પાકિસ્તાન માટે આ ખરાબ સમાચાર સામાન બની રહે છે.


વર્લ્ડ કપ વખતે પણ સર્જાઈ હતી મડાગાઠ


ઉલ્લેખનિય છે કે આ પહેલા એશિયા કપ અને ODI વર્લ્ડ કપ દરમિયાન પણ BCCI અને PCB વચ્ચે સંઘર્ષ થયો હતો. ભારતે એશિયા કપ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ પાકિસ્તાને વન ડે વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે, આ મામલે BCCIનો હાથ ઉંચો રહ્યો અને પાકિસ્તાનને હાઇબ્રિડ મોડલ પર એશિયા કપ રમવાની ફરજ પડી હતી. શ્રીલંકાએ પાકિસ્તાન સાથે મળીને એશિયા કપની યજમાની કરી હતી. પાકિસ્તાનની ટીમ પણ ODI વર્લ્ડ કપ રમવા માટે ભારત આવી હતી.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .