Anupama ફેમ Rupali Ganguli જોડાયા BJPમાં, Social Media પર ટ્રેન્ડ થઈ Rupali Ganguli, લોકોએ આપી અલગ અલગ પ્રતિક્રિયા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-01 13:57:40

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે.. ટીવી કરતા લોકો મોબાઈલ વધારે પસંદ કરે છે... સિરીયલો ઓટીટી પ્લેટોફોર્મ પર જોઈ લે છે... જો તમે સિરીયલના શોખિન હોવ તો તમે સ્ટાર પ્લસ પર આવતી સિરીયલ અનુપમા વિશે જાણતા હશો.. આજે સિરીયલની વાત નથી કરવી પરંતુ સિરીયલમાં અનુપમાનો રોલ કરતા રૂપાલી ગાંગૂલીની વાત કરી રહ્યા છીએ... રૂપાલી ગાંગૂલીએ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે એટલે તેમણે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે...

રૂપાલી ગાંગૂલી જોડાયા ભાજપમાં!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર happening ઘટનાઓ ટ્રેન્ડ થતી હોય છે... કોઈ વખત ગુજરાત મોડલ ટ્રેન્ડ થાય છે તો કોઈ વખત ગુજરાતનું પોલિટિક્સ ટ્રેન્ડ થાય છે.. ભારતીય જનતા પાર્ટીમાં અનેક રાજનેતાઓ તો જોડાય છે પરંતુ અનેક બોલિવુડ એક્ટર જોડાય છે... ભાજપમાં સ્મુતિ ઈરાની છે, હેમા માલિની છે, કંગના રાઉત જેવી અનેક અભિનેત્રીઓ, ટીવી જગત સાથે સંબંધ ધરાવતી અભિનેત્રી છે ત્યારે આજે અનુપમા સિરિયલથી પ્રખ્યાત થયેલા રૂપાલી ગાંગૂલીએ કેસરિયો ધારણ કર્યો છે.. 


અલગ અલગ લોકોએ આપી પ્રતિક્રિયા!

સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે પ્રતિક્રિયા આપી છે...  અનેક લોકોએ રૂપાલી ગાંગૂલીના નિર્ણયને આવકાર્યો છે તો અનેક લોકો કટાક્ષ કરી રહ્યા છે... કોઈએ લખ્યું છે અગલી સ્મૃતિ ઈરાની....         







ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. 45 ડિગ્રીને પાર અનેક શહેરોનું તાપમાન પહોંચી ગયું છે. અમદાવાદ માટે એએમસીએ રેડ એલર્ટ જાહેર કર્યું હતું જ્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે એએમસી દ્વારા રેડ એલર્ટમાંથી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના અનેક ભાગોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. પરંતુ સ્માર્ટ મીટરને લઈ વિવાદ છેડાઈ ગયો છે. બિલ વધારે આવે છે તેવી વાતો લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટરને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ લાગશે જેથી ભરોસો આવે.

સોશિયલ મીડિયા પર એસટી બસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હોટલમાં બસ ઉભી રાખવાનું ભૂલી જતા ડ્રાઈવરે 15 કિલોમીટર બસને રોન્ગ સાઈડ ચલાવી.. મુસાફરો અને ડ્રાઈવર વચ્ચે બોલાચાલી પણ થઈ.

આપણા દ્વારા કરવામાં આવેલા નાના કામોનું મહત્વ બીજાના જીવનમાં શું ફરક લાવી શકે છે તે આપણે જાણીએ છીએ.કોઈના આંસુને લૂછતા માત્ર થોડી મિનીટો જ લાગે છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ક્ષણને સમર્પિત રચના...