POK અને ગિલગિત-બાલ્ટિસ્તાનને ભારત સાથે જોડવા સેના તૈયાર, સરકારના હુકમનો ઇંતેજાર


  • Published By :
  • Published Date : 2022-11-02 15:21:31

પાકિસ્તાનના કબજા માટે રહેલા POK, ગિલગિત-બાલ્ટિસ્તાનને ભારત સાથે જોડવાના રાજનાથ સિંહના નિવેદનને સેનાનું પણ સમર્થન મળ્યું છે. સેનાના ચિનાર કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઔજલાએ કહ્યું કે સેનાને જે પણ આદેશ મળશે તેના પર  કાર્યવાહી કરવા સેના સંપૂર્ણપણે તૈયાર છે. 


ભારતીય સેના સંપુર્ણપણે તૈયાર 


શ્રીનગરમાં કોર હેડક્વાર્ટરમાં એક ચર્ચા દરમિયાન 15 કોરના જનરલ ઓફિસર કમાન્ડિગ (જીઓસી)એ કહ્યું કે આપણે પોતાની પરંપરાગત ક્ષમતાઓ સુધારી રહ્યા છે. અમે આવું એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જ્યારે પણ તેની જરૂર પડે તે સમયે આપણે પાછું વળીને જોવું ન પડે.


તે ઉપરાંત એલએસી પર સુરક્ષા માટે જવાબદાર કોર કમાન્ડરે તે પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ સમજૂતી બાદ છેલ્લા 20 મહિનામાં ભારતીય સેના ભારતીય સેનાની સમગ્ર તૈયારીઓને ભારે પ્રોત્સાહન મળ્યું છે.


શું કહ્યું હતું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે


સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે કહ્યું હતું કે ઉત્તર ભારતમાં વિકાસ યાત્રા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મિર (POK)ના ગિલગીત અને બાલ્ટિસ્તાનને પ્રાપ્ત કર્યા પછી જ પુરી થશે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું  કે આપણી યાત્રા ત્યારે જ પુરી થશે જ્યારે આપણે 22 ફેબ્રુઆરી 1994ના દિવસે સંસદમાં સર્વસંમતીથી પસાર કરવામાં આવેલા પ્રસ્તાવનો સંપુર્ણપણે અમલ કરવામાં આવે અને આપણે ગિલગિત અને બાલ્ટિસ્તાન જેવા પોતાના વિસ્તારોમાં પહોંચી જઈએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે