એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી, એક વર્ષ પહેલા બેગુસરાઈમાં નોંધાયો હતો કેસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 14:46:56

એકતા કપૂર તેની વેબ સિરીઝ XXX સીઝન 2ને લઈને મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. બેગુસરાય કોર્ટ દ્વારા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યો છે. ગયા વર્ષે, બિહારની બેગુસરાય કોર્ટમાં દર્શાવવામાં આવેલા વાંધાજનક દ્રશ્યો અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. હવે કોર્ટે સૈનિકોના અપમાનના આ કેસમાં એકતા અને શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યો છે.

Balaji Telefilms intends to reduce salaries of Ekta Kapoor, and mother Shobha  Kapoor : Bollywood News - Bollywood Hungama

એકતા કપૂર અને શોભા કપૂર ફાઇલ તસવીર 

આ વેબ સિરીઝમાં સૈનિકની પત્નીના ઘણા વાંધાજનક દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા, જેના માટે ગયા વર્ષે બિહારના બેગુસરાયમાં એકતા કપૂર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. એકતા પર આરોપ હતો કે તેણે વેબ સિરીઝમાં સૈનિકો અને તેમની પત્નીઓને ખોટી રીતે દર્શાવ્યા છે, જેના કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ કેસમાં બેગુસરાય કોર્ટે એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરને સમન્સ મોકલીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.

Ekta Kapoor

આ મામલો એક વર્ષ પહેલા એક્સ-સર્વિસમેન એસોસિએશનના જિલ્લા અધ્યક્ષ શંભુ કુમાર દ્વારા નોંધવામાં આવ્યો હતો. શંભુ કુમારે કહ્યું કે આ સીરિઝમાં દર્શાવવામાં આવેલા સીનથી તેમને ઘણું દુઃખ થયું છે. તેમણે કહ્યું કે ભારતીય સૈનિકો પોતાની જાતને જોખમમાં મૂકીને દેશની સેવા કરે છે. આવી સ્થિતિમાં તેમને સન્માનની નજરે જોવું જોઈએ, પરંતુ અહીં તો તેનાથી વિપરીત થઈ રહ્યું છે. સિરીઝમાં ભારતીય જવાન અને તેની પત્નીને ખોટી રીતે બતાવવામાં આવ્યા છે.


એકતા કપૂરે પણ આ મામલે પોતાનો ખુલાસો રજૂ કર્યો હતો. એકતા કપૂરે કહ્યું કે તેને આ મામલે જાણકારી મળતા જ તેણે વેબ સીરિઝમાંથી આ સીન હટાવી દીધો હતો. આ સાથે એકતાએ પોતાની ભૂલ સ્વીકારી અને લોકોની માફી માંગી હતી. છતાં પણ ઓલ્ટ બાલાજી પર XXX વેબ સિરીઝ સ્ટ્રીમ થઈ રહી છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે