IMFના ચીફ ક્રિસ્ટિના જ્યોર્જિવા AIને લઈ આપી મોટી ચેતવણી, '40 ટકા નોકરીઓ ભરખી જશે'


  • Published By :
  • Published Date : 2024-01-16 17:22:02

દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence)નો દબદબો વધી રહ્યો છે, AI દરેક સેક્ટરમાં છવાઈ રહ્યું છે. જો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈ ચિંતા પણ વ્યકત કરવામાં આવી રહી છે. હવે આ મુદ્દે આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (IMF)ના ચીફ ક્રિસ્ટિના જ્યોર્જિવા (Kristalina Georgieva)એ AIને લઈને મોટી  ચેતવણી આપી છે. IMFના ચેરમેન ક્રિસ્ટિના જ્યોર્જિવાએ કહ્યું છે કે આર્ટિફિશિય ઈન્ટેલિજન્સ (AI) દુનિયાભરમાં જોબ સિક્યોરિટી માટે ખતરનાક સાબિત થશે. સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શરૂ થયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં સામેલ થવા પહેલા  IMF ચીફે કહ્યું ' જો કે  AI પ્રોડક્ટિવિટી વધારવા માટે તકો પેદા કરશે'


40 ટકા નોકરીઓ પર થશે અસર


IMFની એક નવી રિપોર્ટને ટાંકીને તેમણે જણાવ્યું કે ' વિકાસશીલ દેશોમાં  AIનો પ્રભાવ ઓછો થઈ શકે છે, પરંતું વૈશ્વિક સ્તર પર લગભગ 40 ટકા નોકરીઓ પર  AIની અસર પડશે. તે વિકસિત અર્થતંત્રોમાં 60 ટકા નોકરીઓને પ્રભાવિત કરશે. તમારી પાસે જેટલી હાઈ સ્કિલ જોબ હશે અસર તેટલી જ વધુ થશે.


આવક વધી શકે છે


IMFની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે AIથી અસરગ્રસ્ત નોકરીઓમાંથી માત્ર અડધી પર જ નકારાત્મ અસર થશે. જ્યારે અન્ય લોકો AIના કારણે વધેલી ઉત્પાદકતાથી લાભ મેળવી શકે છે. જોર્જિવાએ કહ્યું  'તમારી નોકરી સંપૂર્ણપણે દૂર થઈ શકે છે અથવા નહીં પણ થઈ શકે છે અથવા AI તમારી નોકરીને વધુ આગળ વધારી શકે છે. તમે ખરેખર વધુ પ્રોડક્ટિવ બનશો અને તમારી આવકનું સ્તર વધી શકે છે.

 

તેમણે કહ્યું કે 2024 વૈશ્વિક અર્થતંત્ર માટે મુશ્કેલ વર્ષ હોઈ શકે છે. વિશ્વ હજુ સુધી કોરોનાના સમયગાળા દરમિયાન લેવામાં આવેલા દેવાની જાળમાંથી બહાર નીકળી શક્યું નથી. જ્યારે આ વર્ષે વિશ્વના 80 થી વધુ દેશોમાં ચૂંટણી છે. આવી સ્થિતિમાં, સરકારો લોકોને આકર્ષવા માટે વધુ પૈસા ખર્ચ કરશે, તેનાથી દેશોનું દેવું વધુ વધશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.