શિક્ષકોની ટ્રેનિંગને લઈ અરવિંદ કેજરીવાલે એલજી પર લગાવ્યા આરોપ, રસ્તા પર ઉતરી કેજરીવાલે કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-16 15:21:09

દિલ્હીમાં ફરી એક વખત રાજનીતિ ગરમાઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અને ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના વચ્ચે ચાલતો વિવાદ ફરી એક વખત સામે આવ્યો છે. ત્યારે આ વખતે વિવાદ એટલો બધો વધી ગયો કે વિરોધ કરવા અરવિંદ કેજરીવાલ રસ્તા પર આવી ગયા. ઉપરાજ્યપાલે ટ્રેનિંગ માટે શિક્ષકોને ફિનલેન્ડ જવાની ના પાડી જેને કારણે આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. 

Delhi Assembly Winter Session 2023 Live: Arvind Kejriwal and AAP MLAs Protest Against LG Vinai Kumar Saxena


રસ્તા પર ઉતરી અરવિંદ કેજરીવાલે કર્યો વિરોધ 

રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. પરંતુ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે અનબન હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. બંને એકબીજા પર આરોપ- પ્રતિઆરોપ લગાવતા રહે છે. ત્યારે શિક્ષકોની ટ્રેનિંગ મુદ્દે આપ અને ઉપરાજ્યપાલ આમને સામને આવી ગયા છે. ઉપરાજ્યપાલે ટ્રેનિંગ લેવા શિક્ષકોને ફિંલેન્ડ જવાની ના પાડી જેને કારણે વિવાદ છેડાયો છે. ઉપરાંત આપે એલજી પર દિલ્હીમાં યોગ કક્ષાઓ બંધ કરાવી દેવાનો પણ આરોપ લગાવ્યો છે. આ વાતનો વિરોધ કરવા અરવિંદ કેજરીવાલ પોતાના વિધાયકો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે અને પ્રદર્શન કર્યું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.