નોટ પર ક્યારે અને કેવી રીતે આવ્યા ગાંધીજી? શું તેમની તસવીર હટાવી શકાય છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-10-26 21:52:26


જમાવટ મીડિયા, BY UTPAL DAVE


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોટ પર મહાત્મા ગાંધીની સાથે-સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની ફોટો લગાવવાની વાત કરી હતી. કેજરીવાલના આ નિવેદનને ગુજરાત ચૂંટણી પહેલા હિંદુત્વ કાર્ડ રૂપે જોવામાં આવી રહ્યું છે. 


ચલણી નોટ પર ગાંધીજીની તસવીર ક્યારે છપાઈ? 


મહાત્મા ગાંધીના 100 મી જન્મજયંતી પર પહેલી વખત નોટ પર ગાંધીજીની તસવીર છાપવામાં આવી હતી.  ત્યાર બાદ 1987માં પહેલી વખત 500 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી અને  તેના પર ગાંધીજીની તસવીર છપાઈ હતી. વર્ષ 1996માં રિઝર્વ બેંકએ મહાત્મા ગાંધી સીરીઝની નોટ છાપી હતી. નોટબંધી બાદ બે હજારની નવી નોટ છાપવામાં આવી હતી તેના પર પણ ગાંધીજીની તસવીર છાપવામાં આવી હતી. 


નોટ પર ગાંધીજીનું ચિત્ર શા માટે?


નોટ પર ગાંધીજીની તસવીર લગાવવાનો નિર્ણય રિઝર્વ બેંકે લીધો છે. આ નિર્ણય કરવા પાછળનું કારણ ગાંધીજી દેશના સર્વમાન્ય નેતા છે, તેમની છબી નિર્વિરોધ નેતાની છે. દેશના અન્ય નેતાઓની તસવીર છાપવામાં આવે તેને લઈને RBIએ એક સમિતિની રચના કરી હતી તેમાં તમામ સભ્યોએ મહાત્મા ગાંધીને સર્વસ્વિકૃત નેતા ગણાવ્યા હતા. નવેમ્બર 2014માં તત્કાલિન નાણામંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં જણાવ્યું હતું કે RBIની કમિટીએ મહાત્મા ગાંધી સિવાય અન્ય નેતાઓની તસવીર નહીં છાપવાનો નિર્ણય કર્યો છે. તેનું કારણ આપતા કમિટીના સભ્યોએ જણાવ્યું કે કોઈ પણ નેતા ગાંધીજીથી વધુ દેશના સ્વભાવનું પ્રતિનિધિત્વ કરી શક્તા નથી.



નોટો પર તસવીર છાપવા અંગે RBI એક્ટ શું કહે છે?


દેશમાં તમામ પ્રકારની નોટો છાપવાનો નિર્ણય RBI દ્વારા લેવામાં આવે છે, પરંતુ તેમાં કેન્દ્ર સરકારની સંમતિ પણ હોય છે. નોટની જેમ તેના પર કોઈ પણ ફોટો છપાવવામાં આવશે. તેનો નિર્ણય પણ રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારની સંયુક્ત પેનલે લે છે. રિઝર્વ બેંકના કાયદામાં નોટ પર ફોટો છાપવા અંગે કાયદો બનાવવામાં આવ્યો છે.


રિઝર્વ બેંકે માહિતીના અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં જણાવ્યું હતું કે, ‘RBI એક્ટ 1934ની કલમ 25 હેઠળ કેન્દ્રીય બેંક અને કેન્દ્ર સરકાર મળીને નોટ અને તેના પર ચિત્ર છાપવાનો નિર્ણય કરે છે. જો તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો પણ બંનેની સંયુક્ત પેનલ તેના પર નિર્ણય લે છે. જો કે નોટ પર ચિત્ર છાપવાનો નિર્ણય નિયમો કરતાં વધુ રાજકીય પ્રેરિત છે અને તેમાં કેન્દ્ર સરકારની જ દખલગીરી વધુ છે.’



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે