કાતિલ ઠંડીની અસર, દિલ્હીમાં 15 જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ રહેશે, કેજરીવાલ સરકારે જાહેર કરી એડવાઈઝરી


  • Published By :
  • Published Date : 2023-01-08 21:09:53

દિલ્હીની કેજરીવાલ સરકારે કાતિલ ઠંડીને ધ્યાનમાં રાખીને શાળાઓ માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરી છે. દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને 15 જાન્યુઆરી સુધી બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીની મોટાભાગની ખાનગી શાળાઓમાં શિયાળુ વેકેશન 8 જાન્યુઆરી સુધી જ હતું અને સોમવારથી શાળાઓ ખુલવાની હતી. બીજી તરફ દિલ્હીની સરકારી શાળાઓમાં 1લીથી 15મી જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન છે, પરંતુ હવે ખાનગી શાળાઓ માટે પણ એડવાઈઝરી જારી કરીને 15મી જાન્યુઆરી સુધી શાળાઓને બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.


બોર્ડના વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ


દિલ્હીની સરકારી શાળાઓમાં 9મા અને 12મા ધોરણના બોર્ડના વિદ્યાર્થીઓ માટે 2 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી રેમેડિયલ વર્ગો ચાલી રહ્યા છે, જેથી બાળકોની બોર્ડ પરીક્ષાની તૈયારી અટકી ન જાય. અગાઉ, શિક્ષણ નિર્દેશાલયે દિલ્હીની તમામ શાળાઓ માટે 15 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશનની જાહેરાત કરી હતી. જો કે, ઘણી ખાનગી શાળાઓ સોમવારથી ખોલવાની તૈયારી કરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણી સ્કૂલોએ વાલીઓને તેમના બાળકોને વોટ્સએપ ગ્રુપ અને ઈમેલ દ્વારા સ્કૂલ મોકલવા માટે નોટિસ પણ મોકલી હતી.


આજે રેકોર્ડ બ્રેક ઠંડી


દિલ્હીમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે, લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના સફદરજંગમાં રવિવારે લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં દિવસનું તાપમાન પણ 15-17 ડિગ્રી હતું. ભારતીય હવામાનના જણાવ્યા પ્રમાણે 10 જાન્યુઆરીથી દેશમાં તાપમાનમાં થોડો વધારો થશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે