પાકિસ્તાનની હાર બાદ સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએંસર મોમિન શાકિબે કર્યો વિલાપ, વીડિયો થયો ખુબ વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 13:01:33

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં યોજાયેલી મેચ ભારે રસાકસી બાદ અંતે ભારતે જીતી લીધી હતી. છેલ્લી ઓવર સુધી મેચનો રોમાંચ જોવા મળ્યો હતો. મેચ બાદ પાકિસ્તાની ફેન્સના અલગ-અલગ પ્રત્યાઘાત જોવા મળ્યા. આ તમામમાં મોમિન શાકિબ તેના વીડિયોના કારણે હાલ ચર્ચામાં છે.


ઈન્સ્ટાગ્રામ પર મોમિન શાકિબે મેચના દિવસે અનેક વીડિયો શેઅર કર્યા હતા. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની વિકેટ પડી ત્યારે મોમિન એમ્બ્યુલન્સ શોધતો નજરે પડ્યો હતો. વીડિયોમાં તે રડતા-રડતા કહીં રહ્યો હતો, ' હવે શું કરીએ બાબર પણ આઉટ થઈ ગયો, રિઝવાન પણ ગયો, મારા માટે એમ્બ્યુલેંસ લઈ આવો'


આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં મોમિન શાકિબ રડતો-રડતો ટિશ્યુથી પોતાના આંસુ લુછતો જોવા મળે છે. મેચ પુરી થયા પછી પણ તે સ્ટેડિયમમાં બેસીને આંસુ લુછતો વીડિયો સોશિયલ મિડીયામાં ખુબ વાયરલ થયો છે.


ભારત મેચ જીત્યા બાદ મોમિન શાકિબે ટીમ ઈન્ડિયાના પુર્વ કેપ્ટન વિરાટ કોહલી અને મેચ જીતાડવામાં સિંહફાળો આપનારા હાર્દિક પડ્યા સાથે મુલાકાત કરી હતી. વિરાટ કોહલી સાથે વાત કરતા મોમિન શાકિબે કહ્યું હતું કે આશા છે કે બંને ટીમ ફાઈનલમાં એકબીજા સાથે ફરી ટકરાશે.


અત્રે ઉલ્લેખનિય છે કે મોમિન શાકિબ સોશિયલ મિ઼ડીયા પર એક મોટા સુપરસ્ટાર છે, વન ડે વર્લ્ડ કપ 2019માં જ્યારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે પણ તેમનો વીડિયો ખુબ વાયરલ થયો હતો.  જેમાં તેમણે પરાજયનું રિએક્સન આપતા કહ્યું હતું  'ઓ ભાઈ મને મારો', ત્યારથી જ મોમિન સાકિબ સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય બન્યા છે.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે